બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કામ વગર ન નીકળતા! આગામી 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ, નવસારી-વલસાડમાં રેડએલર્ટ,

photo-story

9 ફોટો ગેલેરી

આગાહી / કામ વગર ન નીકળતા! આગામી 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ, નવસારી-વલસાડમાં રેડએલર્ટ,

Last Updated: 10:37 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે.

1/9

photoStories-logo

1. ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. નવસારી-વલસાડમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક સ્તરે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. જેને પગલે વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ દરમિયાન આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને પગલે નદી-નાળાના જળસ્તરમાં વધારો થવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદનું જોર રહેશે

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે સારો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદના કારણે ટ્રાફિક વ્યવહારને પણ અસર થવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ મોડમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે-આવતીકાલે વરસાદનું જોર વધુ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેશે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. 26થી 28 જુલાઈ દરમિયાન વરસાદનું જોર ઘટશે

આગામી 48 કલાક બાદ એટલે કે 26થી 28 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. જોકે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. અહીં પણ ખાબકશે

જ્યારે બનાસકાંઠામાં રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બુધવારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલની સ્થિતિ જોતા આગામી 48 કલાક દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે મહત્વના રહેશે. ખાસ કરીને રેડ એલર્ટવાળા નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ