બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગુજરાતભરમાં ભારે વરસાદથી તારાજી, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી, અનેક લોકો ફસાયા; રેસ્ક્યૂ ઓપરેશન તેજ

VIDEO / ગુજરાતભરમાં ભારે વરસાદથી તારાજી, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી, અનેક લોકો ફસાયા; રેસ્ક્યૂ ઓપરેશન તેજ

Published By: Vishal Khamar

Last Updated: 11:40 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અવિરત વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. આખી રાત સતત વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદમાં અવિરત વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. આખી રાત સતત વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને એરપોર્ટ રોડ પર કમર સુધી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને અનેક લોકો રસ્તા પર ફસાઈ ગયા. સ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી, જેમાં પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદના કારણે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે, જેના પગલે નદીનું પાણી નવસારી શહેરમાં પ્રવેશી ગયું છે. શહેરની અનેક સોસાયટીઓમાં એક માળ સુધી પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દુકાનો અને વેપારી વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં સતત 11 કલાકથી વરસી રહેલા અવિરત વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા બપોરે અંદાજે 3 વાગ્યાથી ત્રણ વ્યક્તિ પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ રાત્રે લગભગ 2 વાગ્યે બોટની મદદથી ત્રણેય વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમયસર હાથ ધરાયેલા આ સંયુક્ત બચાવ અભિયાનના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. કાછીયાવાડી ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના અનેક વિસ્તારોમાં 10-10 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કુદરતી આફતથી 500થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે જનજીવન ખોરવાઈ ગયું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

નવસારીના બીલીમોરામાં પૂરનો કહેર યથાવત્ છે. અંબિકા અને કાવેરી નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ધોબી તળાવ, વખારિયા બંદર સહિતના વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ આગળ આવીને 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસરવાની રાહ જોવાઈ રહી છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

નવસારીમાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં વધારાને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરના શાંતાદેવી સહિતના વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના 50 હજારથી વધુ લોકો અને ગ્રામ્ય વિસ્તારોના દોઢ લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારીમાંથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની બે-બે ટીમો નવસારીમાં તૈનાત કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ રહી છે.

નવસારીના ગણદેવી વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચવા માટે ચાલી રહેલી બચાવ કામગીરીમાં અડચણ સર્જાઈ છે. અંબિકા નદી પરના બ્રિજની સેફ્ટી રેલિંગ તૂટી જતાં NDRFની ટીમોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તૂટેલી રેલિંગના કારણે રેસ્ક્યૂ ટીમોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં અવરોધ આવ્યો હતો. ત્યારબાદ NDRFની ટીમે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી અને માર્ગ ક્લિયર કર્યા બાદ બચાવ કામગીરી માટે પૂરગ્રસ્ત વિસ્તારો તરફ રવાના થઈ હતી.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હેલ્મેટ સર્કલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધા-રોજગાર માટે બહાર નીકળેલા લોકો પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણીના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેના પગલે કેટલાક લોકોએ પોતાના વાહનો રસ્તા પર જ મૂકીને આગળ વધવું પડ્યું હતું. સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટીમ મેદાનમાં ઉતરી છે. ટીમે પાણીમાં ફસાયેલા તેમજ પૂરગ્રસ્ત વિસ્તારમાં બસની છત પર આશરો લેનારા 10થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા છે. NDRFના જવાનો દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ડ્રાઇવઇન સિનેમા નજીક આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાતા દુકાનધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પાણી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને માલસામાનનું મોટું નુકસાન થયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, તંત્રને જાણ કરવામાં આવ્યા છતાં સમયસર મદદ ન મળતા નુકસાનમાં વધારો થયો છે. ભારે વરસાદ બાદ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે પણ વેપારીઓએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

અમદાવાદમાં અવિરત વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં વહેલી સવારે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાની ફરિયાદો મળી રહી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 45 જેટલી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની જાણકારી મળી છે, જેને પગલે તંત્ર દ્વારા રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની અને સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વેજલપુર વિસ્તારની નંદનગર સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રહેણાક વિસ્તારમાં પાણી ઘૂસી જતાં જનજીવન પર અસર પડી છે અને સોસાયટીના આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ વધુ ગંભીર બની છે. અગાઉ પાણીમાંથી રેસ્ક્યૂ કરીને ટાટા હાઈસ્કૂલમાં આશરો અપાયેલા લોકોને ફરી સ્થળાંતર કરવાની ફરજ પડી છે, કારણ કે સતત વરસાદને કારણે હાઈસ્કૂલના પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું છે. નવસારી જિલ્લાના અંદાજે 250 જેટલા માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. નવસારી-સુરત સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભેશતખાડા, કાશીવાડી અને રિંગરોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત વરસાદને પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીમાં પૂર, વાસણા બેરેજના દરવાજા ખુલ્યા, અમદાવાદમાં પાણી ભરાયા

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિકથી વ્યસ્ત સિંધુભવન રોડ પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિર્મલા બંગ્લોઝથી તાજ હોટલ સુધીનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતાં અવરજવર પ્રભાવિત થઈ છે. પાણી ભરાવાના કારણે વાહનો ધીમા ગતિએ પસાર થઈ રહ્યા છે અને સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં પરેશાની જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad heavy rain Ahmedabad waterlogging Navsari flood

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ