બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજનો મહારાજયોગ બદલશે કિસ્મત! બુધ-શુક્રની કૃપાથી આ 4 રાશિઓને મળશે ધનલાભ અને મોટી સફળતા

photo-story

5 ફોટો ગેલેરી

Labh Drishti Yog 2026 / આજનો મહારાજયોગ બદલશે કિસ્મત! બુધ-શુક્રની કૃપાથી આ 4 રાશિઓને મળશે ધનલાભ અને મોટી સફળતા

Last Updated: 09:12 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Labh Drishti Yog 2026: જ્યોતિષશાસ્ત્રમાં બે મિત્ર ગ્રહોની યુતિ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વખતે ખાસ કરીને આજે, 24 જુલાઈના રોજ, દેવશયની એકાદશીના માત્ર એક દિવસ પહેલાં બુધ અને શુક્ર એકસાથે મળીને એક વિશેષ 'લાભ દૃષ્ટિ રાજયોગ'નું નિર્માણ કરી રહ્યા છે. આ યોગ કારકિર્દી, સંપત્તિ અને જીવનશૈલીને લગતી બાબતોમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.

1/5

photoStories-logo

1. બુધ-શુક્રના આ યોગ કેમ છે આટલો ખાસ?

બુધ ગ્રહને બુદ્ધિ, સંવાદ અને વેપારનો કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર પ્રેમ, વૈભવ અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ બંને ગ્રહો અનુકૂળ સ્થિતિમાં આવે છે, ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બને છે. કારકિર્દીની નવી તકો ઊભી થાય છે, આર્થિક સ્થિતિ સુધરે છે અને સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળે છે. આ જ કારણ છે કે આ સમયે રચાઈ રહેલી આ ગ્રહ-યુતિ વિશેષ ધ્યાન આકર્ષિત કરી રહી છે. મહત્વની બાબત એ છે કે, આ ખગોળીય ગોઠવણના પ્રભાવ હેઠળ અમુક રાશિઓ માટે અટકેલા કાર્યો આગળ વધવા લાગશે અને નવી શક્યતાઓના દ્વાર ખુલશે. આવો જાણીએ કે, કઈ ચાર રાશિઓ માટે આ ગોઠવણ કોઈ વરદાનથી ઓછી નહીં હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ રાશિઃ સુખ-સમૃદ્ધિઓમાં થશે વધારો

વૃષભ રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. જીવનમાં સુખ-સુવિધાઓ અને ભૌતિક સુખમાં વધારો થશે. અટવાયેલા નાણાં પાછા મળવાના સંકેતો છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરીમાં પગાર વધારો થવાની પણ શક્યતા છે. ખાસ કરીને કલા, મીડિયા અને સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મિથુન રાશિઃ વ્યક્તિત્વ અને કરિયર બંનેમાં ચમક

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારકિર્દીની નવી તકો ઊભી થશે અને બિઝનેસને લગતી કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. પ્રમોશન અને પગારમાં વધારાના સંકેતો મળી રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ નિખરશે, તેમજ રોકાણ માટે પણ આ સમય અનુકૂળ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કન્યા રાશિઃ અચાનક ધન લાભ માટે સંકેત

કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ સારા સમાચાર લાવી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના સંકેતો છે અને કાર્યસ્થળ પર પ્રતિષ્ઠામાં વધારો થશે. ભાગ્યના સાથથી ઘણાં અધૂરાં સપનાં સાકાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તુલા રાશિઃ કરિયરમાં મળી શકે છે મોટી સફળતા

તુલા રાશિના જાતકો માટે આ 'રાજયોગ' એક નવી શરૂઆતનો સંકેત આપે છે. તમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે. વેપારમાં સારો નફો જોવા મળશે અને નવો વ્યવસાય શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે. વિદેશમાં કામ કરવાની તકો પ્રાપ્ત થશે; આ સમયગાળો તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

labh drishti yog 2026 budh shukra yuti before devshayani ekadashi benefits 4 zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ