ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / વરસાદમાં ફરવાનો છે પ્લાન? ચોમાસામાં સ્વર્ગ જેવી લાગતી ભારતની આ 5 ખીણોની સુંદરતા જોઈને દિલ ખુશ થઈ જશે!

photo-story

5 ફોટો ગેલેરી

ટ્રાવેલ / વરસાદમાં ફરવાનો છે પ્લાન? ચોમાસામાં સ્વર્ગ જેવી લાગતી ભારતની આ 5 ખીણોની સુંદરતા જોઈને દિલ ખુશ થઈ જશે!

Last Updated: 09:55 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Monsoon Travel Guide: શું તમને પણ વરસાદના ટીપાં સાથે આવતી માટીની ભીની સુગંધ અને પહાડોને ઘેરી લેતી ધુમ્મસભરી હવામાં રહેલી સુંદરતા ગમે છે? જો એમ હોય, તો ભારતમાં એવી ઘણી સુંદર ખીણો છે જ્યાં મુલાકાત લેવાનો સાચો આનંદ માત્ર જુલાઈ અને ઓગસ્ટ મહિનાના ભારે વરસાદ દરમિયાન જ માણી શકાય છે.

1/5

photoStories-logo

1. ફૂલોની ઘાટી, ઉત્તરાખંડ

જો ચોમાસામાં ફરવા જવાની વાત આવે તો 'વેલી ઓફ ફ્લાવર્સ' (ફૂલોની ઘાટી)નો ઉલ્લેખ કર્યા વિના વાત કરવી અશક્ય છે. હિમાલયની ખોળામાં વસેલી આ ખીણ વર્ષના મોટાભાગના સમય દરમિયાન બરફથી ઢંકાયેલી રહે છે, પરંતુ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અહીંના દ્રશ્યો બદલાઈ જાય છે. વરસાદના આગમન સાથે જ આખી ખીણ 300થી વધુ પ્રકારના રંગબેરંગી જંગલી ફૂલોથી ખીલી ઉઠે છે. જાણે કે પ્રકૃતિએ પહાડો પર વિવિધ રંગોની ચાદર બિછાવી દીધી હોય તેવું દ્રશ્ય સર્જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અરાકૂ ઘાટી, આંધ્રપ્રદેશ

દક્ષિણ ભારતની આ ખીણ ચોમાસા દરમિયાન સ્વર્ગ જેવી અનુભવાય છે. વિશાખાપટ્ટનમથી નજીક આવેલી અરાકુ ખીણ તેના કોફીના બગીચાઓ, ગીચ જંગલો અને ભવ્ય ધોધ માટે જાણીતી છે. વરસાદ દરમિયાન જ્યારે અહીંના પહાડો હળવા વાદળોથી ઘેરાઈ જાય છે, ત્યારે ત્યાંનું દ્રશ્ય કોઈ હોલીવુડ ફિલ્મ જેવું લાગે છે. જો તમે પ્રકૃતિપ્રેમી હોય, તો અરાકુ ચોક્કસપણે તમને નિરાશ નહીં કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઝુકો ઘાટી, નાગાલેન્ડ, મણિપુર બોર્ડર

જો તમે ભીડભાડથી દૂર કોઈ જાદુઈ સ્થળની શોધમાં હોવ, તો 'ઝુકુ વેલી' તમારા માટે પરફેક્ટ છે. તેને પૂર્વત્તર ભારતની ફૂલોની ખીણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન, સમગ્ર ખીણ લીલાછમ ઘાસથી ઢંકાઇ જાય છે. આ સમયે અહીં એક અત્યંત વિશિષ્ટ ફૂલ ખીલે છે 'ઝુકુ લિલી' કહે છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તીર્થન ઘાટી, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશની તીર્થન ઘાટી ચોમાસાની ઋતુમાં ખરેખર સોળે કળાએ ખીલી ઊઠે છે. શિમલા કે મનાલીથી વિપરીત, અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી નથી, જેના કારણે તમે શાંતિથી પ્રકૃતિનો આનંદ માણી શકો છો. તીર્થન નદીના કિનારે વસેલા નાના અને રમણીય ગામડાં, સફરજનના બગીચા અને લીલાછમ પહાડો આ ખીણને ખરેખર વિશેષ બનાવે છે. વરસાદ પડતો હોય ત્યારે અહીં ચા અને ભજીયાની મજા માણવી એ એક અનોખો અનુભવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સાઇલેન્ટ ઘાટી, કેરલ

કેરળ 'ગોડ્સ ઓન કન્ટ્રી' તરીકે ઓળખાય છે, પરંતુ ચોમાસા દરમિયાન તેની સુંદરતા અનેકગણી વધી જાય છે. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક તેની ઘટાદાર હરિયાળી માટે જાણીતી છે, વરસાદ દરમિયાન તેના સદાબહાર જંગલો સંપૂર્ણપણે તાજગીસભર અને નવપલ્લવિત દેખાય છે. અહીંનું શાંત વાતાવરણ અને વન્યજીવોના અવાજો તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Travel Guide peak during monsoon 5 breathtaking valleys in india
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ