ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પૂરનો ખતરો
8 ફોટો ગેલેરી
Last Updated: 11:37 AM, 24 July 2026
1/8
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોના વરસાદને લઈને આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા હોવાથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે.
2/8
ADVERTISEMENT
3/8
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા વધુ હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે. ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
4/8
ADVERTISEMENT
5/8
6/8
સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડી શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
7/8
8/8
અંબાલાલ પટેલે ખેડૂતોને વરસાદ બાદ વરાપ થાય ત્યારે જ કૃષિ કાર્યો કરવાની સલાહ આપી છે. હાલ પડી રહેલો વરસાદ ખેતી માટે ફાયદાકારક હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ખેડૂતોને જમીનમાં પૂરતો ભેજ રહે તે બાદ હવામાન અને જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીના કામો કરવા સલાહ આપવામાં આવી છે. હાલની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા અને નદીઓમાં પૂર જેવી સ્થિતિની સંભાવનાને કારણે તંત્ર અને સ્થાનિકોએ સાવચેતી રાખવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ