બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગામ સંપર્કવિહોણું, નદીઓ ગાંડીતૂર, વાહનચાલકો મુશ્કેલીમાં, ગુજરાત આખું પાણી-પાણી

photo-story

7 ફોટો ગેલેરી

મેઘતાંડવ / ગામ સંપર્કવિહોણું, નદીઓ ગાંડીતૂર, વાહનચાલકો મુશ્કેલીમાં, ગુજરાત આખું પાણી-પાણી

Last Updated: 12:09 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, નદીઓ ગાંડીતૂર બની છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

1/7

photoStories-logo

1. અનેક જિલ્લાઓમાં જળબંબાકાર, નદીઓ ઉફાન પર, બસ પાણીમાં ફસાઈ

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગડખોલ પાટિયા નજીક આવેલા અયપા મંદિર આસપાસ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંદિર નજીકનો રોડ અને આસપાસના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસતા વરસાદને કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોએ જરૂરી કામ સિવાય આ વિસ્તારમાં જવાનું ટાળવાની અપીલ કરી છે તેમજ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વહીવટી તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સામાન્ય વરસાદે પણ જળબંબાકાર જેવી સ્થિતિ

બનાસકાંઠાના થરાદ શહેરમાં વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદે પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દીધી હતી. મેઘરાજાની વહેલી સવારની એન્ટ્રી બાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતાં કામધંધે જતાં લોકો, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 36 મુસાફરો ભરેલી બસ ભરપૂર પાણીમાં અધવચ્ચે ફસાઈ

વલસાડ જિલ્લામાં અંભેટી નજીક એક મોટો અકસ્માત ટળ્યો હતો. સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી 36 મુસાફરો ભરેલી બસ ભરપૂર પાણીમાં અધવચ્ચે ફસાઈ ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. જીવ બચાવવા માટે મુસાફરો બસની છત પર ચડી ગયા હતા. બસની છત પર પુરુષો, મહિલાઓ અને બાળકો વરસાદ વચ્ચે કલાકો સુધી મદદની રાહ જોતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરીની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગઈકાલે પણ વલસાડના અંભેટી નજીક આવી જ રીતે એક બસ પાણીમાં ફસાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અવિરત વરસાદને કારણે અંબિકા નદી ગાંડીતૂર

ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે અંબિકા નદી ગાંડીતૂર બની છે. ચીખલદા ગામને જોડતા કોઝવે પર પૂરનાં પાણી ફરી વળતાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ગામનો જિલ્લા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સાપુતારા–વઘઈ મુખ્ય માર્ગને જોડતો કોઝવે પણ બંધ થઈ ગયો છે. જેના કારણે 108 સહિતની ઇમર્જન્સી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. લો લાઈન બ્રિજ ઉપરથી પાણી ફરી વળતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બાદતાળ ગામ પાસે આવેલી કોષ ખાદીમાં અચાનક પાણીનું સ્તર વધી જતાં માર્ગ સંપૂર્ણ બંધ કરવો પડ્યો છે. કુકડા-કુરેલીયા રોડ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ઉપરાંત કુરેલીયા-વાંસદા માર્ગ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ

તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડોલવણ તાલુકા તેમજ ઉપરવાસમાં સતત વરસાદ પડતાં વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી ઉફાન પર પહોંચી ગઈ છે. પૂર્ણા નદીમાં પાણીની આવક સતત વધતાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર દ્વારા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે લોકોને નદીના કાંઠા વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વરસાદને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે અને અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાયો છે. વહીવટી તંત્ર તમામ જિલ્લાઓમાં સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા માર્ગો અને કોઝવે પરથી પસાર ન થવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Valsad Flood Ankleshwar Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ