બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / બુધ 24 જુલાઈએ થશે મિથુન રાશિમાં માર્ગી, આ રાશિઓના ખુલશે નસીબના દ્વાર
6 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 23 July 2026
1/6
24 જુલાઈથી બુધ મિથુન રાશિમાં માર્ગી ગતિએ ચાલવા માંડશે. જ્યોતિષમાં આ ખૂબ જ શુભ સ્થિતિ માનવામાં આવે છે કેમ કે બુધ મિથુન રાશિના સ્વામી છે અને અહીં તેઓ ભદ્ર પંચ મહાપુરુષ રાજયોગ બનાવશે. આ ગોચર મિથુન અને કન્યા રાશિ સહિત અનેક રાશિઓ માટે લાભકારી સાબિત થવાનો છે.ચાલો તેના વિષે જાણીએ.
2/6
24 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી મિથુનવાળાઓ માટે સમય ઘણો અનુકૂળ રહેશે. જેમાં કરિયરમાં તમારી યોજનાઓ અને કલાત્મક ક્ષમતા તમને સફળતા અપાવશે. પારિવારિક જીવનમાં અટકેલા કામ પૂરા થશે. આર્થિક યોજનાઓમાં લાભ થશે અને વધતા ખર્ચ પર કાબુ મેળવવામાં સફળતા મળશે. અટકેલા કામ પાર પડશે, વેપાર-ધંધામાં ફાયદો થશે અને નવા કામની શરૂઆત પણ સારી રહેશે. ઉપાય તરીકે રોજ "ओम ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः" મંત્રનો જાપ કરો.
3/6
સિંહ રાશિવાળાઓ માટે બુધ 11મા ભાવમાં માર્ગી થવાથી ધંધામાં લાભ અને ઉન્નતિના યોગ બની રહ્યા છે. કેતુંના સાથે આ સંયોગ કૂટનીતિ અને ચાલાકીમાં ફાયદો અપાવશે. રાજકારણ, વાણી કે વેપાર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે, બેંક બેલેન્સ વધતું જોઈને મન પ્રસન્ન થશે અને જૂના રોકાણ પણ ફળ આપશે. જેમાં ઉપાય તરીકે બુધવારે ગણેશજીને દૂર્વા અને સિંદૂર અર્પણ કરો.
4/6
કન્યા રાશિવાળાઓ માટે આ ગોચર ખૂબ જ અનુકૂળ છે. જેમાં તમારૂ સ્વાસ્થ્ય સારું રહેશે, કામકાજ સરળતાથી પૂરા થશે. એકાઉન્ટિંગ, આર્થિક કામો અને વાણી-ચતુરાઈથી કરિયરમાં તરક્કી મળશે. વાહન સુખ પણ સારું રહેશે. માતા અને મોટી બહેનનો સ્નેહ અને સહયોગ મળશે. ઉપાય તરીકે દુર્ગા ચાલીસા કે દુર્ગા નામ સ્તોત્રનો પાઠ કરો.
5/6
તુલા રાશિવાળાઓ માટે પણ આ સમય શુભ છે. કર્મ ક્ષેત્રમાં પ્રગતિ થશે. વીમા, સેલ્સ, માર્કેટિંગ, બેંકિંગ અને કિરાણા વ્યવસાયમાં લાભ થશે. પિતા અને પૈતૃક પક્ષમાંથી ફાયદો થઈ શકે છે. નવા કામની શરૂઆત કરનારાઓને સફળતા મળશે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકોના કામમાં પણ તેજી આવશે. ઉપાય તરીકે દુર્ગા માતાની ઉપાસના કરો.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ