બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વગર પરીક્ષાએ મળશે અમદાવાદમાં નોકરી, એ પણ ₹60,000 પગાર ધોરણવાળી, આ રીતે કરો અરજી
Last Updated: 06:08 PM, 23 July 2026
ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે રહેતા અને સરકારી ક્ષેત્રે સારી નોકરી શોધી રહેલા સિવિલ એન્જિનિયરો તથા આર્કિટેક્ટ્સ માટે એક ખુશખબર આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા ટેક્નિકલ એડવાઈઝરની જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 મહિનાના કરાર આધારિત ધોરણે કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંસ્થાનું નામ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) ની કચેરી, ગુજરાત રાજ્ય
ADVERTISEMENT
પોસ્ટનું નામ ટેક્નિકલ એડવાઈઝર (Technical Advisor)
કુલ જગ્યા 1
ADVERTISEMENT
નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત
અરજી કરવાનો પ્રકાર ઓફલાઈન (પોસ્ટ / કુરિયર દ્વારા)
ADVERTISEMENT
અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2026

ADVERTISEMENT
પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળના કેસોની કાનૂની અને ટેક્નિકલ બાબતો લડવા માટે આ પોસ્ટ ઊભી કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ ઈજનેર (Civil Engineer) અથવા આર્કિટેકની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ.
અનુભવ: સિવિલ ઈજનેર અથવા આર્કિટેક્ટ તરીકે કામગીરી કરવાનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો વાંછનીય છે.
નિવૃત્ત અધિકારીઓ: આ જગ્યા માટે નિવૃત્ત સરકારી અધિકારીઓ પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા: ACB ભરતી 2026 અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર ધોરણ: પસંદગી પામેલા ઉમેદવારને પ્રતિ માસ 60,000 રૂપિયાનો ફિક્સ પગાર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ પેપર લીક કરનારાઓ હવે નહીં બચે! PM મોદીએ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત, ઝડપથી મળશે કડક સજા
અરજી મોકલવાનું સરનામું
નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો કચેરી, બંગલા નંબર - 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ, ગુજરાત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.