બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 28 IAS અધિકારીઓની બદલી: સ્મિત લોઢા સુરત DMC, પ્રભવ જોશી GIDCના જોઈન્ટ MD બન્યા, જુઓ લિસ્ટ

ગુજરાત / 28 IAS અધિકારીઓની બદલી: સ્મિત લોઢા સુરત DMC, પ્રભવ જોશી GIDCના જોઈન્ટ MD બન્યા, જુઓ લિસ્ટ

Published By: Nidhi Panchal

Last Updated: 12:30 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે 21 જુલાઈ, 2026ના રોજ 28 IAS અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ જાહેર કર્યા છે. ફેરફારમાં સુરત, જુનાગઢ, પોરબંદર, GIDC, DGVCL, UGVCL સહિત અનેક મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. 21 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ કુલ 28 અધિકારીઓની બદલી સાથે કેટલાક અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારમાં જુનાગઢ અને પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરથી લઈને DGVCL અને UGVCL જેવી વીજ કંપનીઓના MD સુધી મહત્વના હોદ્દાઓમાં ફેરફાર થયો છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુક્ત કરીને નિયમિત જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં IAS કેડરમાં આવેલા કેટલાક અધિકારીઓની પણ નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.

IAS-OFFICER-TV

પ્રભવ જોશીની GIDCમાં બદલી

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગને સોંપવામાં આવી છે અને તેમને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સ્થાને આઈ. આર.વાળાને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પોરબંદર મ્યુનિસિપલ કમિશનર બદલાયા

પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની બદલી કરી તેમને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી (DDO) બનાવવામાં આવ્યા છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્ર, જેઓ હાલમાં સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ના CEO તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

WhatsApp Image 2026-07-21 at 12.20.38 PM (3)

સ્મિત લોઢાની સુરત મહાનગરપાલિકામાં બદલી

દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સંતોષ લોઢાની બદલી કરીને તેમને સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદના DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

DGVCLના MD તરીકે કે. જે. રાઠોડનીમાયા

ગાંધીનગરમાં સ્કિલ ડેવલપમેન્ટના ડિરેક્ટર કે. જે. રાઠોડની બદલી કરીને તેમને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL), સુરતના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી DGVCLના MDનો વધારાનો ચાર્જ સંભાળતા સુથાર રાજ રમેશચંદ્રને હવે પોરબંદર મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.

WhatsApp Image 2026-07-21 at 12.20.38 PM (2)

UGVCLના MD તરીકે ગૌરાંગ મકવાણાની નિમણૂક

ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર અને હાલ UGVCLના MDનો વધારાનો ચાર્જ સંભાળતા ગૌરાંગભાઈ એચ. મકવાણાને હવે નિયમિત રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ડી. કે. પટેલને GEDAના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના MD ડી. કે. બ્રહ્મભટ્ટની બદલી કરીને તેમને ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) બનાવવામાં આવ્યા છે. તેમના સ્થાને M.P. પંડ્યાને ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

WhatsApp Image 2026-07-21 at 12.20.38 PM (1)

મહેશ જાનીને ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનની જવાબદારી

ગુજરાત સ્ટેટ સોશિયલ વેલફેર બોર્ડના ચેરમેન મહેશ શાંતિલાલ જાનીની બદલી કરીને તેમને મિશન ડિરેક્ટર, ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન (GULM) બનાવવામાં આવ્યા છે.

WhatsApp Image 2026-07-21 at 12.20.38 PM

અન્ય અધિકારીઓની પણ જવાબદારી બદલાઈ

આ બદલીમાં કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકાના DDO બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ PGVCLના MD હતા. તેમની જગ્યાએ એમ. ડી. ચૂડાસમાને PGVCLના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત R.N. કુચારાને રાજકોટના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, સી. એ. ગાંધીને વડોદરાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને કે. એસ. ઝાલાને ડાંગના DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એમ. કે. જોશીને D-SAGના CEO, એ. કે જોશીને ગુજરાત અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના MD અને B.H. પટેલને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના MD બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચાંદખેડામાં ઝુંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો દાવો, જુઓ Photo

28 અધિકારીઓની બદલી સાથે વધારાના ચાર્જમાં પણ ફેરફાર

સરકારના આદેશમાં કુલ 28 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. અનેક અધિકારીઓને અત્યાર સુધી સોંપવામાં આવેલો વધારાનો ચાર્જ હટાવીને નિયમિત જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ વિકાસ, રોજગાર-તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, સામાજિક ન્યાય અને ઉર્જા વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં પણ અધિકારીઓની જવાબદારી બદલાઈ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IAS Officers Gujarat IAS Transfer Gujarat Government

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ