બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ચોમાસામાં ચલાવો છો કાર? ડ્રાઈવિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / ચોમાસામાં ચલાવો છો કાર? ડ્રાઈવિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Last Updated: 05:28 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસામાં કાર ચલાવતી વખતે ધીમી સ્પીડ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સાવધાની જ સૌથી મોટું હથિયાર છે. ઈમરજન્સી હેમર અને સમજદારીથી ડ્રાઈવિંગ કરશો તો વરસાદમાં પણ સુરક્ષિત મુસાફરી થશે. ચાલો એવી અમુક ટીપ્સ વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. ચોમાસામાં ડ્રાઈવિંગ

વરસાદની ઋતુમાં કારમાં ફરવું એક તરફ તમને ભીના થવાથી બચાવે છે અને બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોવાની જંજાલમાંથી મુક્તિ આપે છે. પણ ભારે વરસાદ અને રોડ પર ભરાયેલા પાણી કાર ડ્રાઈવર્સ માટે અમુક મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. જેમાં અજાણ્યા રસ્તે પાણીની અંદર ખાડો છે કે સ્પીડ બ્રેકર એનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. જેમાં થોડી લાપરવાહીથી કારનું એન્જિન બગડી શકે છે કે મોટી મુશ્કેલી આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ચેક કરો

રોડ પર પાણી કેટલું છે એ તમારી કારના નીચેના ભાગ માટે સૌથી મહત્વનું છે. જો પાણી કારના નીચેના ભાગ સુધી પહોંચી ગયું હોય તો પહેલા ગિયરમાં અને ધીમે ધીમે જ ચલાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ડીઝલ કાર

જેમાં માઈલેજની ચિંતા કરવાની જરૂર નથી. જેમાં ડીઝલ કાર વાળાઓને વધારે સાવધાની રાખવી જોઈએ. પાણી જો એર ક્લીનરમાં ગયું તો એન્જિન તરત બંધ થઈ જાય છે અને મોટું નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્પીડ અને વિઝિબિલિટી

વરસાદમાં સ્પીડ અને વિઝિબિલિટી પર કાબુ રાખો ભારે વરસાદમાં સ્પીડ હંમેશા ધીમી રાખો. હાઈવે પર વરસાદમાં 70 km/hથી વધારે સ્પીડ ન રાખો. અજાણ્યા રસ્તે હોય તો આગળ જતી બસ, ટ્રક કે મોટી ગાડીની પાછળ-પાછળ ચાલો. જો વિઝિબિલિટી ઓછી હોય તો હેડલાઈટ્સ ચાલુ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઇમરજન્સી માટે હેમર રાખો

પાણી કારમાં ઘૂસી જાય તો પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોકિંગ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં બહાર નીકળવા માટે ઈમરજન્સી હેમર કારમાં હંમેશા રાખો. સાથે એક સારી ટોર્ચ અને ટાયર એર પંપ પણ રાખવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. જરૂરી સાવધાની

અત્યંત પાણી ભરેલા રસ્તે ન જાઓ જો પાણી વધતું જતું હોય તો કારને સાઈડમાં સુરક્ષિત જગ્યાએ પાર્ક કરી દો. કાર અંદર ફસાઈ ગઈ હોય તો અંદર બેસી રહેવાને બદલે તરત બહાર નીકળીને ઊંચી અને સુરક્ષિત જગ્યાએ જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

monsoon Driving car rainy season
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ