બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર; રાતભર ભારે વરસાદની શક્યતા

આગાહી / અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર; રાતભર ભારે વરસાદની શક્યતા

Published By: Kalpesh Kandoria

Last Updated: 10:01 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે શહેર માટે રાત્રિથી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

અમદાવાદ: શહેરમાં બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત અને અવિરત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગે રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર એલર્ટ પર છે

માણેકબાગ, પકવાન ચાર રસ્તા, સિંધુ ભવન રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ઓફિસમાંથી ઘરે પરત ફરી રહેલા લોકો ભારે ટ્રાફિક અને પાણી ભરાવાના કારણે લાંબા સમય સુધી રસ્તામાં ફસાયા હતા.

શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં એટલું પાણી ભરાયું હતું કે એક્ટિવા અને સ્કૂટર પણ પાણીમાં લગભગ ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે અમદાવાદ માટે રાત્રિથી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાત્રે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Ahmedabad Red Alert Heavy Rain Ahmedabad

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ