બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કાલે કે પરમ દિવસે, દેવશયની એકાદશી ક્યારે છે? પંચાંગ જોઈને નિષ્ણાતોએ જણાવી સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / કાલે કે પરમ દિવસે, દેવશયની એકાદશી ક્યારે છે? પંચાંગ જોઈને નિષ્ણાતોએ જણાવી સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ!

Last Updated: 10:36 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અષાઢ શુક્લ પક્ષની દેવશયની એકાદશીની સાચી તારીખને લઈને લોકોને મૂંઝવણ હતી, જેનો નિષ્ણાતોએ પંચાંગના આધારે ઉકેલ લાવ્યો છે. ઉદયા તિથિ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026, શનિવારના રોજ રાખવામાં આવશે અને આ દિવસથી 4 મહિના માટે ચાતુર્માસ શરૂ થશે.

1/5

photoStories-logo

1. કાલે કે પરમ દિવસે, દેવશયની એકાદશી ક્યારે છે? પંચાંગ જોઈને નિષ્ણાતોએ જણાવી સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ!

દેવશયની એકાદશીને લઈને આ વર્ષે લોકોના મનમાં 24 જુલાઈ અને 25 જુલાઈની તારીખ અંગે ભારે મૂંઝવણ પ્રવર્તી રહી હતી. હિન્દુ ધર્મમાં આ દિવસનું અત્યંત વિશેષ મહત્વ અને ગાઢ આસ્થા રહેલી છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. આ સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહ પ્રવેશ સહિતના તમામ માંગલિક અને શુભ કાર્યો આગામી 4 મહિના માટે સ્થગિત થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દેવશયની એકાદશી 2026 તારીખ અને મુહૂર્ત

પંચાંગ અનુસાર, આ વખતે અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિ 24 જુલાઈના રોજ સવારે 9:13 વાગ્યે શરૂ થશે અને 25 જુલાઈના રોજ સવારે 11:35 વાગ્યા સુધી રહેશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ હોવાથી દેવશયની એકાદશીનું વ્રત અને પૂજા 25 જુલાઈ 2026, શનિવારના રોજ જ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પૂજા અને પારણાનું શુભ મુહૂર્ત

પૂજાનું શુભ મુહૂર્ત: 25 જુલાઈના રોજ સવારે 4:17 વાગ્યાથી સવારે 6:10 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત શુભ રહેશે. જે લોકો આ સમયે પૂજા ન કરી શકે, તેઓ બપોરના અભિજીત મુહૂર્તમાં પણ પૂજન કરી શકે છે. વ્રત પારણાનો સમય: વ્રતના પારણા 26 જુલાઈના રોજ સવારે 5:40 વાગ્યાથી સવારે 8:20 વાગ્યા વચ્ચે કરવા શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દેવશયની એકાદશીની પૂજન વિધિ

આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મી-નારાયણની મૂર્તિ કે ચિત્રને પીળા વસ્ત્ર પર સ્થાપિત કરી તિલક, પીળા પુષ્પ અને તુલસી પત્ર અર્પણ કરવા. ત્યાર બાદ આરતી કરવી અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' (ॐ नमो भगवते वासुदेवाय) મંત્રની ઓછામાં ઓછી 11 માળા જાપ કરવી શુભ માનવામાં આવે છે. આ વ્રત અને પૂજનથી જીવનમાં સકારાત્મકતા, ધૈર્ય અને માનસિક શાંતિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દેવશયની એકાદશી પર શું દાન કરવું?

આ દિવસે વ્રતની સાથે દાનનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ વ્રત ન રાખી શકે તો તે પોતાની યથાશક્તિ દાન કરી શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્નદાનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચોખા, દાળ, લોટ, ઘી, ગોળ, મીઠું, ફળ અને શાકભાજીનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે મંદિરમાં કરવું પુણ્યદાયી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ekadashi2026 AshadhiEkadashi DevshayaniEkadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ