બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં વરસાદી સ્થિતિ પર CM ભૂપેન્દ્ર પટેલની મોડી રાત્રે સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના
Last Updated: 11:24 PM, 23 July 2026
ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને વિવિધ જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ, બચાવ કામગીરી અને આગામી હવામાનની આગાહી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ હવામાન વિભાગના અધિકારીઓ તેમજ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. હવામાન વિભાગે આગામી કલાકોમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન પડેલા ભારે વરસાદ ઉપરાંત અમદાવાદના ધોળકા, ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થયેલા વરસાદ અંગે પણ ઝીણવટભરી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી હતી કે રાત્રિ દરમિયાન વરસાદ ચાલુ રહે તો સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખે અને કોઈપણ આપાત સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરે. તેમણે જણાવ્યું કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે હોટલાઈન મારફતે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી મોકલાયેલી એનડીઆરએફની ચાર ટીમો દક્ષિણ ગુજરાત પહોંચી ગઈ છે. જેમાંથી બે ટીમ વલસાડ, એક ટીમ નવસારી ખાતે તૈનાત કરવામાં આવી છે, જ્યારે એક ટીમ સુરતમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ તમામ ટીમો બચાવ અને રાહત માટે જરૂરી બોટ તથા સાધનો સાથે જિલ્લા તંત્રને મદદ કરી રહી છે. ઉપરાંત, સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત રાખવામાં આવી છે.
આ પણ વાંચો- ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ
ADVERTISEMENT
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગુરુવારે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કુલ 352 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે નવસારી અને વલસાડ જિલ્લામાં 22 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
મુખ્ય સચિવ એમ. કે. દાસે બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર પૂરતી મશીનરી, માનવબળ અને જરૂરી સાધનસામગ્રી સાથે સંપૂર્ણ સજ્જ છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
ADVERTISEMENT
બેઠકના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ બંધ થયા બાદ પાણી ઓસરતાની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ, માર્ગોની મરામત અને આરોગ્ય સંબંધિત કામગીરી તાત્કાલિક શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ નાગરિકોને સુરક્ષિત રાખવા માટે તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવવા પર ભાર મૂક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.