બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / રાજ્યના 199 તાલુકામાં મેઘમહેર, નવસારીના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ; 17 જિલ્લામાં રેડ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદ / રાજ્યના 199 તાલુકામાં મેઘમહેર, નવસારીના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ; 17 જિલ્લામાં રેડ એલર્ટ

Last Updated: 09:07 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 16.06 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વચ્ચે અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/6

photoStories-logo

1. 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નવસારી જળબંબાકાર

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ 16.06 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં 15.28 ઇંચ અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં 13.78 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ચીખલીમાં 13.11 ઇંચ ખાબક્યો

આ ઉપરાંત નવસારીના ચીખલીમાં 13.11 ઇંચ, વલસાડના પારડીમાં 11.22 ઇંચ, નવસારીના ગણદેવીમાં 10.83 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 10.63 ઇંચ અને ખેડાના મહેમદાવાદમાં 10.08 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 10 ઇંચ

વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 10 ઇંચ અને વલસાડ શહેરમાં પણ આશરે 10 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ પોણા 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા યથાવત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના અન્ય 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Alert Gujarat Rain Gujarat Rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ