બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા, બોપલ-ઘુમાની સ્થિતિ જોઈ અધિકારીઓનો ઉધડો લીધો

તારાજી / CM ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા, બોપલ-ઘુમાની સ્થિતિ જોઈ અધિકારીઓનો ઉધડો લીધો

Published By: Bhavin Rawal

Last Updated: 02:14 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ બંધ થયા બાદ પણ અનેક સોસાયટીઓમાં પાણી ન ઓસરતાં સ્થાનિકોની મુશ્કેલી યથાવત છે. આ સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા હતા અને પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી.

ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા હતા. બોપલ-ઘુમા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ અનેક સોસાયટીઓમાં પાણી ન ઓસરતાં સ્થાનિકોની મુશ્કેલી યથાવત છે. આ સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા હતા અને પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી.

ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદના બોપલ-ઘુમા સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ અનેક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો.

CM બોપલ-ઘુમા પહોંચ્યા, સ્થળ પર અધિકારીઓને ખખડાવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ અને ઘુમા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વરસાદ બાદ સર્જાયેલી જળભરાવની સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી પાણી ભરાયેલા હોવાની સ્થિતિ સામે મુખ્યમંત્રીએ અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઝડપથી ઓસરે અને સ્થાનિકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવે.

સેન્ટોસામાં સ્થાનિકો સાથે વાતચીત કરી

CM ભૂપેન્દ્ર પટેલે સેન્ટોસા વિસ્તારમાં પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્થાનિક રહીશો સાથે સીધી વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. સ્થાનિકોએ પાણી ભરાવાને કારણે પડી રહેલી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ સ્થાનિકોને પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી હતી. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સહિતના અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

હવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાશે

અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, પાણીના નિકાલની કામગીરી અને આગામી સમયમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટેની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વરસાદની આફતમાં AMC એક કોલ પર કરશે તાત્કાલિક મદદ, જુઓ નંબરનું લિસ્ટ

હાલ મુખ્યમંત્રીની ગ્રાઉન્ડ ઝીરો મુલાકાત બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. જોકે, બોપલ-ઘુમા સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકોની મુશ્કેલી ક્યારે સંપૂર્ણપણે દૂર થાય છે તે જોવું રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Ahmedabad Rain Rain Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ