બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગોદરેજ ગાર્ડન સિટીથી લઇને એરપોર્ટ સુધી..., અમદાવાદ જળબંબાકાર

photo-story

7 ફોટો ગેલેરી

ગુજરાત / ગોદરેજ ગાર્ડન સિટીથી લઇને એરપોર્ટ સુધી..., અમદાવાદ જળબંબાકાર

Last Updated: 11:12 AM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં મુશ્કેલી હજુ યથાવત જોવા મળી રહી છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, જ્યારે રસ્તા, પાર્કિંગ અને પીવાના પાણીની સમસ્યાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

1/7

photoStories-logo

1. અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ યથાવત

અમદાવાદમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ યથાવત છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદી પાણી ભરાતા ડ્રેનેજ સિસ્ટમ દ્વારા યોગ્ય નિકાલ ન થતાં આખો વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો છે. બીજી તરફ બોપલ વિસ્તારની અમીધારા સોસાયટીમાં ત્રીજા દિવસે પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. અનેક ઘરોમાં અંદાજે બે ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે અને મનપા દ્વારા મશીન લગાવી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે, છતાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય બની નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એક સાઈડનો રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો

સૌરાષ્ટ્ર અને અમદાવાદને જોડતો બાવળા હાઈવે પણ ભારે વરસાદથી પ્રભાવિત થયો છે. હાઈવે પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી એક સાઈડનો રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. હાલ માત્ર મોટા વાહનોને જ હાઈવે પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરની અનેક સોસાયટીઓમાં હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. વેજલપુરના સનાતન ફ્લેટના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લગભગ 60 કારની ક્ષમતા ધરાવતું પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેમાં પાર્ક કરેલી ત્રણ કાર પણ પાણીમાં ફસાઈ ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી

સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ કોર્પોરેશનમાં બે દિવસ પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક નિરાકરણ આવ્યું નથી. સોસાયટીમાં પોતાનો પંપ હોવા છતાં તેની ક્ષમતા ઓછી હોવાથી પાણીનો નિકાલ ધીમે થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો જેટ મશીન મોકલવામાં આવે તો ગણતરીના કલાકોમાં જ પાણી બહાર કાઢી શકાય. બીજી તરફ સેન્ટોસા પાર્ક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ AMC કામે લાગી છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી છે, જ્યારે હેલ્થ વિભાગ પણ એક્શન મોડમાં આવી સોસાયટીમાં સર્વે તેમજ દવા વિતરણની કામગીરી કરી રહ્યો છે જેથી વરસાદ બાદ કોઈ રોગચાળો ન ફેલાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હજુ સુધી કોઈ અસરકારક નિરાકરણ આવ્યું નથી

સેન્ટોસા બંગલોમાંથી પાણી તો ઓસરી ગયા છે, પરંતુ વરસાદે કરેલી તારાજીના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે. ગઈકાલે છાતી સુધી પાણી ભરાયેલા આ વિસ્તારમાં આજે રસ્તાઓ ખુલ્યા છે, પરંતુ રસ્તા પર 20થી વધુ કારો બંધ હાલતમાં જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે અનેક વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. લોકો હજુ પણ વાહનોની મરામત અને નુકસાનના આંકલનમાં વ્યસ્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પીવાના પાણીની ગંભીર સમસ્યા

વેજલપુર વિસ્તારમાં વરસાદ બાદ પીવાના પાણીની ગંભીર સમસ્યા પણ ઉભી થઈ છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પીવાના પાણી માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બહારથી પીવાનું પાણી ખરીદી જરૂરિયાત પૂરી કરવી પડી રહી છે. કેટલાક ફ્લેટના બોરમાં ડ્રેનેજનું પાણી ભળી જતાં પાણી ઉપયોગ લાયક રહ્યું નથી. રહિશોનું કહેવું છે કે જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે અને તેનો કાયમી ઉકેલ જરૂરી બની ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વરસાદ બાદની મુશ્કેલીઓમાંથી બહાર આવવાની રાહ

અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વેજલપુરની શ્રીનંદ નગર સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી હજુ યથાવત છે. પાણી ન ઓસરતાં રહિશોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવાની ફરજ પડી છે અને દૈનિક જીવન હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બની શક્યું નથી. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ, સફાઈ અને આરોગ્ય સંબંધિત કામગીરી ચાલુ છે, જ્યારે લોકો વરસાદ બાદની મુશ્કેલીઓમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. શહેરના એરપોર્ટ સુધી પણ પહોંચ્યા પાણી

અમદાવાદમાં ભારે વરસાદની અસર શહેરના એરપોર્ટ સુધી પણ પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટના રનવે અને ટેક્સી એરિયામાં વરસાદી પાણી ભરાઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પંપની મદદથી પાણીનો ઝડપી નિકાલ કર્યો હતો. સમયસર ડ્રેનેજ કામગીરી શરૂ થતાં પાણી ઉતારવામાં સફળતા મળી હતી અને એરપોર્ટની કામગીરી પર કોઈ મોટી અસર ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Waterlogging AMC News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ