બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 85% ઈથેનોલ પર ચાલશે આ સ્કૂટર, Honda એ તેના ADV160 ને કર્યું અનવીલ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:46 AM, 25 July 2026
1/5
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ પોતાની ફેમસ એડવેન્ચર-સ્ટાઇલ મેક્સી-સ્કૂટર ADV160 ને અનવીલિંગ કર્યું છે. આ અનવીલિંગ સાથે જ આ શક્તિશાળી સ્કૂટર ભારતીય રોડ પર ઉતરવાની તૈયારીમાં આવી ગયું છે. આ ADV160 ભારતનું પહેલું એવું સ્કૂટર બનવા જઈ રહ્યું છે જે E85 ફ્યુઅલ (85% એથેનોલ અને 15% પેટ્રોલ) પર ચાલી શકે છે. હોન્ડાએ તેને નવા ‘મેડ-ઇન-ઇન્ડિયા’ પોર્ટફોલિયો હેઠળ રજૂ કર્યું છે. કંપની આને ભારતમાં જ બનાવશે અને વિદેશમાં પણ નિકાસ કરશે. ભારતીય ગ્રાહકો માટે તેને રેડવિંગ અને બિગવિંગ બંને ડીલરશિપ પર વેચવામાં આવશે.
2/5
આ સ્કૂટરની સૌથી મોટી વિશેષતા તેનો E85 સાથે કોમ્પેટીબલ એન્જિન છે. તેમાં 157ccનો સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે જે 16.3 bhp પાવર અને 14.9 Nm ટોર્ક પેદા કરે છે. સામાન્ય પેટ્રોલ સ્કૂટરથી અલગ આ એન્જિન 85% એથેનોલના મિક્ષર પર સરળતાથી ચાલી શકે છે. હોન્ડાનું આ પગલું ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
3/5
લુકમાં આ સ્કૂટર હોન્ડાની મોટી X-ADV ક્રોસઓવરથી ઈન્સ્પાયર લાગે છે. તેમાં મસ્ક્યુલર બોડી, એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન અને ડ્યુઅલ LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. બ્લોક પેટર્નવાળા ટાયર, અપરાઈટ સીટિંગ પોઝિશન અને વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને એડવેન્ચર લુક આપે છે. કંપનીએ તેને “સિટી એડવેન્ચર” નામ આપ્યું છે, મતલબ કે તેને રોજ ઓફિસ જવા માટે તેમજ વીકેન્ડે ખરાબ રસ્તાઓ કે લાંબી સફર માટે પણ યુઝ કરી શકાય.
4/5
હોન્ડાએ ફીચર્સની દૃષ્ટિએ આ મેક્સી-સ્કૂટરમાં કોઈ કમી રાખી નથી. તેમાં ફુલ-કલર TFT ડિસ્પ્લે મળે છે જે હોન્ડા રોડસિંક દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. તેનાથી રાઇડર ચાલતી વખતે નેવિગેશન અને કોલ્સ જોઈ શકે છે. તેની સાથે ટ્રેક્શન કંટ્રોલ (HSTC), સિંગલ-ચેનલ ABS, USB ચાર્જિંગ સોકેટ અને 27 લિટરનું મોટું અન્ડર-સીટ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે જેમાં ફુલ-ફેસ હેલ્મેટ આરામથી મૂકી શકાય છે.
5/5
રાઇડિંગને આરામદાયક બનાવવા માટે આગળ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળ ટ્વિન શોક એબ્ઝોર્બર આપવામાં આવ્યા છે. તેનું વજન 133 કિલો, સીટની ઊંચાઈ 780 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 mm છે. તેમાં 8.1 લિટરનું ફ્યુઅલ ટેન્ક પણ છે. જોકે હોન્ડાએ હજુ તેની ઓફીશીયલ લોન્ચ ડેટ અને કિંમત જાહેર કરી નથી. ભારતમાં જ બનાવવાને કારણે શક્યતા છે કે કિંમત ગ્રાહકોના બજેટમાં સરળતાથી બેસે તેવી રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ