બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિલધડક રેસ્ક્યૂ, ગામમાં પૂર જેવી સ્થિતિ, જુઓ વરસાદ બાદ ગુજરાતની પરિસ્થિતિ

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / દિલધડક રેસ્ક્યૂ, ગામમાં પૂર જેવી સ્થિતિ, જુઓ વરસાદ બાદ ગુજરાતની પરિસ્થિતિ

Last Updated: 09:24 AM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. સુરેન્દ્રનગરથી ભરૂચ અને અમદાવાદ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રેસ્ક્યૂ અને રસ્તા બંધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

1/6

photoStories-logo

1. કેટલાક દિવસથી પડી રહેલા સતત અને ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા સતત અને ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચ અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ બંધ થયા છે, લોકો ફસાયા છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનેક વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પાટડી તાલુકાના કોચાડા ગામે મધરાતે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદ વચ્ચે ફસાયેલા 6 લોકોને બોટની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રે 1:10 વાગ્યે શરૂ થયેલું રેસ્ક્યૂ ઓપરેશન 2:30 વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ ત્વરિત કામગીરી કરી હતી, જ્યારે પાટણ ફાયર ટીમે જોખમ વચ્ચે બહાદુરીપૂર્વક આ રેસ્ક્યૂ પાર પાડ્યું હતું. જિલ્લા તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો

લીંબડી તાલુકા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પરનાળા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરનાળા-ગેડી ગામ વચ્ચેનું નાળું વરસાદથી ધોવાઈ જતાં પરાલી, રાણાગઢ, મૂળ બાવળા સહિત આઠથી વધુ ગામોના લોકો અને વાહનચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે. બીજી તરફ લીંબડી તાલુકાની નાની કઠેચી કુમાર પી.એસ. સેન્ટર શાળામાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં શિક્ષકોએ ભારે વરસાદ અને અંધારાની સ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ વહીવટી ફાઈલો તેમજ શિક્ષકોની સર્વિસ બુકને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તાલુકાના બુવા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના બુવા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભૂખી ખાડી ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસી આવ્યા છે અને ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર સહિત નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે. બુવા ગામનું બસ સ્ટોપ પણ વરસાદી પાણીમાં ગરકાવ થતાં મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સતત પાણીના સ્તર પર નજર રાખી એલર્ટ મોડ પર છે અને વધુ વરસાદ પડ્યે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વિસ્તારમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધરણીધરના સરહદી પંથકમાં સતત વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને વાવણી લાયક જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભાભરમાં 11 ઇંચ, દિયોદરમાં 10 ઇંચ, થરાદમાં 5 ઇંચ, સુઈગામમાં 6.8 ઇંચ, ધરણીધરમાં 3.8 ઇંચ અને વાવમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને થરાદમાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 48 કલાકથી વરસાદ બંધ હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી

અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી વરસાદ બંધ હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ યથાવત છે. વેજલપુરની શ્રીનંદ નગર સોસાયટીમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે રહીશોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવાની ફરજ પડી છે. વરસાદ બંધ થયાને બે દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પાણી ન ઉતરતાં સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Flood News Surendranagar Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ