બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય, આજે પણ રેડ એલર્ટ, સાંબેલાધાર આવશે
6 ફોટો ગેલેરી
Last Updated: 06:58 AM, 25 July 2026
1/6
રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવે વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો અને દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે જિલ્લાવાર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ ટ્રાફિક પર અસર થવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
3/6
તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4/6
સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની શક્યતા છે.
5/6
મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમાં દાહોદ, મહિસાગર અને ખેડા જિલ્લાનો સમાવેશ થાય છે. ઉપરાંત પંચમહાલ, સુરત અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
6/6
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં સક્રિય થયેલી 5 વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને નદી-નાળા અને જળાશયો નજીક ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા તેમજ સત્તાવાર હવામાન અપડેટ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોએ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એલર્ટને ગંભીરતાથી લઈને જરૂરી તકેદારી રાખવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ