બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:58 PM, 24 July 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકો અને ખાસ કરીને યુવાનો સાથે સીધા સંવાદને વધુ મજબૂત બનાવ્યો છે. ગુરુવારે શેર કરવામાં આવેલા તેમના ખાસ વીડિયો પર મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ પ્રધાનમંત્રીએ ફરી એક નવો વીડિયો જારી કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
પોતાના નવા વીડિયો મેસેજમાં પ્રધાનમંત્રીએ કહ્યું, થૅન્ક્યૂ ફ્રેન્ડ્સ. કાલે મોડી રાત્રે આપને મળવાનો મોકો મળ્યો. મેં જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેના પર આપ સૌએ જે રીતે પ્રતિસાદ આપ્યો અને પોઝિટિવ સૂચનો આપ્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો આ પ્રેમ આમ જ જળવાઈ રહેશે અને આપણો સંબંધ વધુ સક્રિયતાથી જોડાતો રહેશે. થૅન્ક્યૂ, થૅન્ક્યૂ દોસ્તો.
ADVERTISEMENT
નોંધનીય છે કે આ નવો વીડિયો પોસ્ટ કર્યાની માત્ર 20 મિનિટની અંદર જ તેને 10 લાખથી વધુ લોકોએ જોઈ લીધો હતો.
#WATCH | Prime Minister Narendra Modi shared a video on his Instagram handle;, "Thanks to the youngsters who watched my video yesterday and sent insightful suggestions."
— ANI (@ANI) July 24, 2026
He says, "Thank you friends. I had the opportunity to meet you late last night. I appreciate the way you… https://t.co/B4hrqwPwic pic.twitter.com/t6hfaVcvET
ADVERTISEMENT
તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર યુવાનો સાથે વધુમાં વધુ જોડાવા પર ભાર મૂક્યો હતો. બુધવારે યોજાયેલી આ બેઠકમાં તેમણે પોતાના મંત્રીમંડળના સાથીઓને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેવાની સલાહ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ બેઠકમાં એ પણ પૂછ્યું હતું કે તેમના કેટલા સહયોગીઓ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો નિયમિત ઉપયોગ કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં યુવાનો હાજર છે, તેથી સરકારે આ માધ્યમો દ્વારા યુવાનો સાથે સીધો સંવાદ વધારવાની જરૂર છે.
ADVERTISEMENT
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026
ADVERTISEMENT
મંત્રીમંડળની સલાહના બીજા જ દિવસે, ગુરુવારે રાત્રે 11:52 વાગ્યે પીએમ મોદીએ એક સેલ્ફી વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરતા આશ્વાસન આપ્યું હતું કે NEET પેપર લીક વિવાદ વચ્ચે સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી અને તેની સામે અત્યંત કડક પગલાં લેવામાં આવશે.
વધુ વાંચો : કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શું થઇ ચર્ચા? કઇ બે શરતો પર થઇ સહમતિ, ક્યાં અટકી વાત
ADVERTISEMENT
આ દરમિયાન શુક્રવારે કેબિનેટમાં એક પ્રસ્તાવિત કાયદા પર પણ ચર્ચા થવાની છે, જેમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની અને પરીક્ષાઓમાં ગડબડ કરનારા ગુનેગારો સામે સખત સજાની જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.