બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:41 PM, 24 July 2026
1/6
હિંદુ ધર્મમાં વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં દેવશયની એકાદશીને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનું કાર્ય ભગવાન શિવને સોંપીને ચાર માસ સુધી યોગનિદ્રામાં જાય છે અને દેવઉઠની એકાદશીએ જાગે છે. અષાઢ માસના શુક્લ પક્ષની આ એકાદશી સર્વ પાપોનું નિવારણ કરીને મોક્ષ આપનારી માનવામાં આવે છે. આ વ્રતનું પૂર્ણ પુણ્ય ત્યારે જ મળે છે જ્યારે વિધિ-વિધાન સાથે શ્રી હરિની મહિમાની કથા સાંભળવામાં આવે.
2/6
3/6
એક વખત દેવર્ષિ નારદે બ્રહ્માજી પાસે એકાદશી વ્રતની મહિમા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. બ્રહ્માજીએ સત્યયુગના રાજા માંધાતાની વાર્તા કહી. રાજા માંધાતાના રાજ્યમાં પ્રજા અત્યંત સુખી હતી, પરંતુ એક વખત તેમના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડતાં ભયંકર અકાળ પડ્યો. પ્રજાએ રાજા પાસે આવીને દુ:ખ વ્યક્ત કર્યું.
4/6
રાજા માંધાતા કારણ જાણવા જંગલમાં ગયા અને મહર્ષિ અંગિરાના આશ્રમે પહોંચ્યા. મહર્ષિએ દિવ્ય દૃષ્ટિથી જણાવ્યું કે એક શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે, જેના કારણે અકાળ પડ્યો છે. તેને મારવાથી દુષ્કાળનો અંત આવશે.રાજાએ નિર્દોષ વ્યક્તિનું વધ કરવાનો ઇન્કાર કર્યો. જેમાં કહ્યું કે .જો તમારી પાસે બીજો કોઈ ઉપાય હોય, તો કૃપા કરીને મને જણાવો."
5/6
ત્યારે મહર્ષિ અંગિરાએ આષાઢ શુક્લ એકાદશીનું વ્રત કરવાની સલાહ અને કહ્યું કે તેના પુણ્ય પ્રભાવથી ચોક્કસપણે વરસાદ આવશે અને દુષ્કાળનો અંત આવશે. જ્યારે રાજા માંધાતા પોતાના રાજ્યમાં પાછા ફર્યા ત્યારે તેમણે ચારેય વર્ણ સાથે સંપૂર્ણ વિધિઓ સાથે દેવશયની એકાદશીનું વ્રત રાખ્યું. આમ તેમના રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને રાજ્ય ફરીથી સમૃદ્ધ બન્યું.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ