બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન 2026: ચંદ્રગ્રહણથી પડશે અસર? જાણો રાખડી બાંધવાનો સાચો સમય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / રક્ષાબંધન 2026: ચંદ્રગ્રહણથી પડશે અસર? જાણો રાખડી બાંધવાનો સાચો સમય

Last Updated: 07:02 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રગ્રહણ છે. જેનથી ભારતમાં સૂતક લાગશે કે નહીં? શું આ તહેવાર સામાન્ય રીતે ઉજવી શકાશે?

1/7

photoStories-logo

1. રક્ષાબંધન

રક્ષાબંધન દરેક ભાઈ-બહેન માટે ખાસ તહેવાર હોય છે. પરંતુ વર્ષ 2026માં આ તહેવારના દિવસે ચંદ્રગ્રહણ પણ લાગવાનું છે. આનાથી અનેક લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ગ્રહણના કારણે સૂતક લાગશે? શું રાખડી બાંધવામાં અડચણ આવશે? મંદિરો બંધ રહેશે કે નહીં?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ચંદ્રગ્રહણની અસર

પરંતુ આવી ચિંતાઓ કરવાની કોઈ જરૂર નથી. કેમ કે,સારી વાત એ છે કે ભારતમાં આ ચંદ્રગ્રહણની અસર લોકો જેવી સમજે છે તેવી નહીં થાય. જેમાં રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ લાગશે. ગ્રહણ સવારે 6:53 વાગ્યે શરૂ થઈને બપોરે 12:32 વાગ્યે સમાપ્ત થશે. તેની કુલ અવધિ 5 કલાક 39 મિનિટની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભારતમાં સૂતક લાગશે કે નહીં?

સૌથી મહત્વની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ધાર્મિક માન્યતા અનુસાર સૂતક ત્યારે જ લાગે છે જ્યારે ગ્રહણ દેખાય. તેથી ભારતમાં આ ગ્રહણનો સૂતક કાળ લાગશે નહીં. લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રક્ષાબંધન પર કોઈ અસર નહીં પડે

જેમાં સૂતક નહીં લાગે તેથી રક્ષાબંધન આ વર્ષે પણ પરંપરાગત રીતે ખુશી અને ઉત્સાહથી ઉજવી શકાશે. બહેનો કોઈ પણ ચિંતા વગર પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકશે. મંદિરો ખુલ્લા રહેશે અને પૂજા-પાઠ પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. આ દિવસે કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રાખડી બાંધવાનો શુભ સમય

પંચાંગ અનુસાર આ દિવસે ભદ્રા કાળ સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે. તેથી સવારનો સમય રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવ્યો છે. બહેનો કોઈ ચિંતા વગર શુભ સમયમાં રાખી બાંધી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રાશિઓ પર અસર

જ્યોતિષ અનુસાર ગ્રહણની અમુક અસર સિંહ, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકો પર થઈ શકે છે. આ રાશિના લોકોએ આરોગ્ય અને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જોઈએ. પરંતુ સામાન્ય લોકોના જીવન અને રક્ષાબંધન તહેવાર પર તેની કોઈ મોટી નકારાત્મક અસર નહીં પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

eclipse Sutak Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ