બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ITR ફાઈલિંગ માટે 31 જુલાઈની ડેડલાઈન નજીક: મોડું કરશો તો લાગશે ₹5,000 સુધીની લેટ ફી અને 200% સુધીનો દંડ!
8 ફોટો ગેલેરી
Last Updated: 06:18 PM, 24 July 2026
1/8
અસેસમેન્ટ ઈયર 2026-27 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની 31 જુલાઈની અંતિમ તારીખ ખૂબ જ નજીક આવી રહી છે. જો તમે હજુ સુધી તમારું આઈટીઆર ફાઈલ કરીને તેને ઈ-વેરિફાઈ નથી કર્યું, તો આ કામ તરત જ પૂરું કરી લેવું જરૂરી છે. ટેક્સ ફાઈલિંગમાં કોઈ પણ પ્રકારનો વિલંબ, ભૂલ કે ખોટી માહિતી આપવાથી તમારા પર વધારાની પેનાલ્ટી, વ્યાજ અને લેટ ફીનો બોજ પડી શકે છે. ટેક્સ ઓથોરિટી દ્વારા આઈટીઆર ફાઈલિંગમાં થતી જુદી જુદી ભૂલો માટે કડક નિયમો અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.
2/8
સેક્શન 234F હેઠળ લેટ ફી: જો નિયત તારીખ એટલે કે 31 જુલાઈ પછી રિટર્ન ભરવામાં આવે તો સેક્શન 234F હેઠળ 5,000 રૂપિયા સુધીની લેટ ફી લાગી શકે છે. જોકે, જો કરદાતાની વાર્ષિક કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ ન હોય, તો આ લેટ ફી 1,000 રૂપિયા રહેશે.
3/8
4/8
5/8
6/8
7/8
ડેડલાઈન પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ કરદાતાઓ માટે વહેલી તકે રિટર્ન દાખલ કરી લેવું હિતાવહ છે. સમયસર રિટર્ન ભરવાથી છેલ્લી ઘડીએ આવતી તકનીકી અડચણો, ઈનકમ ટેક્સની નોટિસ, સ્ક્રુટિની અને બિનજરૂરી માનસિક તણાવથી બચી શકાય છે. આ ઉપરાંત સમયસર ફાઈલિંગ કરવાથી ફોર્મની પુનઃચકાસણી કરવાનો પણ મોકો મળે છે, જેથી અજાણતા થયેલી ભૂલો સુધારી શકાય. ડેડલાઈન ચૂકી ગયા પછી ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કડક તપાસ, રિફંડ મેળવવામાં વિલંબ અને અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
8/8
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ શેર કરીને ટેક્સપેયર્સને અંતિમ તારીખ પહેલાં કામ પૂર્ણ કરવા સલાહ આપી છે. વિભાગે જણાવ્યું છે કે અસેસમેન્ટ ઈયર 2026-27 માટે અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ ITR ફાઈલ થઈ ચૂક્યા છે. આમાંથી 15 લાખથી વધુ ITR તો માત્ર એક જ દિવસમાં ભરાયા છે. વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના સમયસર અને સાચું રિટર્ન ફાઈલ કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ