ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આ વિકેન્ડ બનશે ધમાકેદાર, ઓટીટી પર ઘરે બેઠા જુઓ રસપ્રદ ફિલ્મો અને સીરીઝ

photo-story

11 ફોટો ગેલેરી

મનોરંજન / આ વિકેન્ડ બનશે ધમાકેદાર, ઓટીટી પર ઘરે બેઠા જુઓ રસપ્રદ ફિલ્મો અને સીરીઝ

Last Updated: 03:35 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Friday OTT Releases: આ વિકેન્ડ OTT પ્લેટફોર્મ્સ પર સિનેમા શોખીન માટે મનોરંજનની ભરપૂર ડોઝ મળવા જઇ રહ્યો છે. ઘણી રોચક ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે.

1/11

photoStories-logo

1. OTT પ્લેટફોર્મ્સ બનશે શાનદાર

હોલીવુડની ફિલ્મ 'ધ ઓડિસી' ભારતીય સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે અને વિજયની ફિલ્મ 'જન નાયકન' પણ આવી ગઈ છે. વરસાદના આ ખુશનુમા વાતાવરણમાં થિયેટરની મુલાકાત લેવા માટે મનોરંજનના શોખીનો પાસે ઘણા વિકલ્પો છે. જો કે, જો તમે આ સપ્તાહના અંતે ઘરે રહીને OTT પ્લેટફોર્મ્સ પર શાનદાર ફિલ્મો જોવાનું પસંદ કરતા હોવ, તો ત્યાં પણ તમારા માટે શ્રેષ્ઠ ફિલ્મોની યાદી ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. આદર્શ બાલ વિદ્યાલય

આ વિકેન્ડના અંતે હિમાંક ગૌર દ્વારા નિર્દેશિત કોમેડી-ડ્રામા શ્રેણી 'આદર્શ બાલ વિદ્યાલય' જોઈ શકો છો. આ સીરિઝ 24 જુલાઈથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. તેમાં કે કે મેનન, અર્ચના પુરણ સિંહ, નવીન કસ્તુરિયા, પ્રસન્ના બિષ્ટ, દેવેન ભોજાની, અજિતેશ ગુપ્તા, અન્નપૂર્ણા સોની, પ્રાચી શાહ અને અભિમન્યુ સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ શ્રેણી કુલ સાત એપિસોડની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મસાફિર કૈફે

વિક્રાંત મેસી, વેદિકા પિન્ટો અને મહિમા મકવાણા અભિનીત 'મુસાફિર કેફે' આ અઠવાડિયે ખૂબ જ ચર્ચામાં રહેલી અને આતુરતાથી રાહ જોવાતી સીરિઝ છે. તે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ કહાની ચંદર (વિક્રાંત મેસી), સુધા (વેદિકા પિન્ટો) અને પ્રીતિ (મહિમા મકવાણા)ની આસપાસ ફરે છે. આ રોમેન્ટિક સીરિઝ 24 જુલાઈથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 'મુસાફિર કેફે' એ દિવ્યા પ્રકાશ દુબેની સમાન નામની નવલકથા પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. પલ્લીચટ્ટમ્બી

ટોવિનો થોમસ અને કાયદુ લોહાર અભિનીત મલયાલમ પિરિયડ એક્શન-ડ્રામા ફિલ્મ 'પલ્લીચટ્ટમ્બી' પણ આ શુક્રવારે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. તે 15 એપ્રિલ, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને હવે 24 જુલાઈ, 2026થી SonyLIV પર સ્ટ્રીમ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. સ્ટુઅર્ટ ફેલ્સ ટૂ સેવ ધ યુનિવર્સ

'સ્ટુઅર્ટ ફેલ્સ ટુ સેવ ધ યુનિવર્સ' પણ આ શુક્રવારે, 24 જુલાઈએ OTT પર આવી રહી છે. આ 10 એપિસોડ ધરાવતી એક સાય-ફાઈ કોમેડી સિરીઝ છે, જે 'ધ બિગ બેંગ થિયરી' પર આધારિત સ્પિન-ઓફ છે. આ સિરીઝમાં, સ્ટુઅર્ટ બ્લૂમ (કેવિન સસમેન) એ વિશ્વને 'મલ્ટિવર્સ' સ્તરના સંકટમાંથી બચાવવાનું હોય છે. તે Jio Hotstar પર સ્ટ્રીમ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. બ્લીચ- થાઉજેન્ડ-ઇયર બ્લડ વોર

તમે વીકએન્ડ દરમિયાન પણ આનો આનંદ માણી શકો છો. આ સિરીઝ 25 જુલાઈ, 2026 થી Jio Hotstar પર સ્ટ્રીમ થશે. આ શોની સંપૂર્ણ વાર્તા 'સોલ રીપર્સ' અને 'ક્વિન્સી એમ્પાયર' વચ્ચેની દુશ્મનાવટ પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. '72 આવર્સ'

આ ટિમ સ્ટોરી દ્વારા નિર્દેશિત એક અમેરિકન કોમેડી ફિલ્મ છે. તેમાં કેવિન હાર્ટ મુખ્ય ભૂમિકામાં છે, અને તેમની સાથે માર્સેલો હર્નાન્ડેઝ, મેસન ગુડિંગ, કેમ પેટરસન, બેન માર્શલ તથા અન્ય ઘણા કલાકારો છે. આ ફિલ્મ 24 જુલાઈથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. ધ ડિંક

આ એક સ્પોર્ટ્સ કોમેડી ફિલ્મ છે, જે 'પિકલબોલ' રમત પર આધારિત એક સ્પોર્ટ્સ-કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ ટેનિસના એક નિષ્ફળ ખેલાડી (જેક જોનસન)ની વાર્તા છે, જે પોતાના પિતાના કન્ટ્રી ક્લબને બચાવવા અને તેમનો આદર મેળવવા માટે અનિચ્છાએ પિકલબોલ રમવાનું શરૂ કરે છે. આ ફિલ્મ આ શુક્રવાર (24 જુલાઈ)થી OTT પ્લેટફોર્મ 'એપલ ટીવી' પર સ્ટ્રીમ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. રૈનસમ કૈન્યન સીઝન 2

આ એક રોમેન્ટિક વેસ્ટર્ન ડ્રામા સીરિઝ છે. આ સીરિઝની બીજી સીઝન છે, જેમાં આઠ એપિસોડ હશે. આ સીરિઝ ગુરુવાર, 23 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. ધ ડેટ ક્લેક્ટર

નાડેચ કુગીમિયા અને ડાઓ પિટ્ટાયા સાએચુઅ અભિનીત થાઈ ફિલ્મ 'ધ ડેટ કલેક્ટર' પણ આ સપ્તાહના અંતે જોવા માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મ એક એવા વ્યક્તિની વાર્તા છે જે અગાઉ ગેરકાયદેસર રીતે દેવું વસૂલવાનું કામ કરતો હતો અને હવે જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. તે હિંસક લોન સંસ્થાના ભોગ બનેલા લોકો વતી બદલો લેવા માટે ગુનાહિત દુનિયામાં પાછો ફરે છે. આ એક્શન ફિલ્મ 23 જુલાઈથી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. ધ ટોક્સિક લવ સ્ટોરી

આ સત્ય ઘટનાઓ પર આધારિત એક ડોક્યુમેન્ટરી સીરિઝ છે. તે એક નવપરિણીત યુએસ માર્શલ અને તેમની પત્નીની વાર્તા બતાવી છે, જેઓ 'સ્ટોકિંગ' ના કિસ્સાનો ભોગ બને છે. આ સીરિઝ 22 જુલાઈથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ઉપરાંત, 'માય ડોટર્સ ફાધર' પણ 22 જુલાઈથી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. તે એક મેક્સિકન મેડિકલ ડ્રામા છે જે પોતાની બીમાર દીકરી માટે કિડની દાતાની શોધ કરતા એક ડૉક્ટરની વાર્તા કહે છે. મેડિકલ તપાસ દરમિયાન, એક એવી વાત સામે આવે છે જે પરિવારને વિખેરી નાખવાની ભીતિ ઊભી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Movies And Series Friday OTT releases Weekend releases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ