બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CJP અને સરકારની બેઠક શરૂ, VP હાઉસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી

નેશનલ / CJP અને સરકારની બેઠક શરૂ, VP હાઉસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:38 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: દિલ્હીમાં મહિનાથી ચાલી રહેલું સીજેપીનું વિરોધ પ્રદર્શન આજે સરકારના મંત્રીઓ સાથેની બેઠક બાદ સમાપ્ત થઈ શકે છે. કારણ કે વીપી હાઉસમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે સીજેપી નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે.

Delhi News: દિલ્હીમાં મહિનાથી ચાલી રહેલું સીજેપીનું વિરોધ પ્રદર્શન આજે સરકારના મંત્રીઓ સાથેની બેઠક બાદ સમાપ્ત થઈ શકે છે. કારણ કે વીપી હાઉસમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે સીજેપી નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે.

દિલ્હીમાં નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન ચાલી રહ્યુ છે. સીજેપી અને પ્રદર્શનકારી છાત્રો દ્વારા શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ મુકવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને સીજેપી વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કે પ્રદર્શનકારીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહ્યા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નીટમાં ગેરરીતિઓ સામે વિરોધ ચાલુ હોવાથી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) અને કેન્દ્ર સરકાર શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે વાતચીત કરી રહી છે.

26 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે ગઈકાલે રાત્રે ઉપવાસ સમાપ્ત કર્યા બાદ આ વાતચીત થઈ છે, જ્યારે કેન્દ્રીય મંત્રીઓ જીતેન્દ્ર સિંહ અને જેપી નડ્ડાએ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સાથે વાતચીત કરી હતી, જ્યાં તેઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે.

ન્યૂઝ અહેવાલ અનુસાર સરકારે જણાવ્યું હતું કે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેનારા અને બાદમાં સંસદ તરફ કૂચ કરનારાઓ સામે કેસ નોંધવા અંગે "સકારાત્મક" વલણ અપનાવવામાં આવ્યું છે.

બીજું સરકારે કહ્યું કે તે પેપર લીક માટે લાંબા ગાળાના ઉકેલો શોધવા અને ભારતની પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાઓ શોધવા માટે સંસદમાં ચર્ચા કરશે.

ત્રીજું સરકારે કહ્યું કે તે નીટ પરીક્ષાર્થી આત્મહત્યા કરી તેમના પરિવારોને વળતર આપવાનું સકારાત્મક વિચાર કરી રહી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Paper Leak Law / પેપર લીક સામે સરકારનો કડક પ્રહાર, 1 કરોડ દંડ અને 10 વર્ષની જેલ સહિતના કડક નિયમો આવી શકે

પરંતુ સરકારે પ્રધાનને બરતરફ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી, જેમના કાર્યકાળમાં પેપર લીકથી લઈને સીબીએસઇ ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓમાં ઉત્તરપત્રોની સમસ્યારૂપ તપાસ સુધીના અનેક કૌભાંડો થયા છે. અને વાંગચુકે ઉપવાસ તોડ્યા પછી પોતાના નિવેદનમાં આ ભૂલને સંબોધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CJP Delhi News NEET Paper Leak Protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ