બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભારે વરસાદ બાદ અમદાવાદનું હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

વરસાદી માહોલ / ભારે વરસાદ બાદ અમદાવાદનું હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

Published By: Vishal Khamar

Last Updated: 03:13 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોધમાર વરસાદ પડે અને હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ ન થાય એવું ભાગ્યે જ બને. શહેરમાં વરસાદી પાણી ભરાવાનાં સૌથી સંવેદનશીલ સ્થળોમાં હેલ્મેટ સર્કલનું નામ વર્ષોથી સૌથી આગળ રહ્યું છે.

ધોધમાર વરસાદ પડે અને હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ ન થાય એવું ભાગ્યે જ બને. શહેરમાં વરસાદી પાણી ભરાવાનાં સૌથી સંવેદનશીલ સ્થળોમાં હેલ્મેટ સર્કલનું નામ વર્ષોથી સૌથી આગળ રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં અહીં રસ્તો જાણે તળાવમાં ફેરવાઈ જાય છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ડ્રેનેજ વ્યવસ્થા પૂરતી અસરકારક ન હોવાથી વરસાદી પાણીનો નિકાલ ખૂબ જ ધીમો થાય છે અને કલાકો સુધી પાણી ભરાયેલું રહે છે.

આ વખતે પણ ભારે વરસાદ બાદ હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો હતો. અનેક ટુ વ્હીલર અને કાર પાણીમાં બંધ પડી ગયાં હતાં, જ્યારે લાંબા ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્થિતિ એટલી ગંભીર બની કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ અપીલ કરીને નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ ન જવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે આંબાવાડીમાં દીવાલ ધરાશાયી, ફાયર ટીમે 20 લોકોને બચાવ્યા; પોલીસે પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડ્યા

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકાથી હેલ્મેટ સર્કલમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સુધારણાના દાવા કરવામાં આવે છે, છતાં પ્રથમ જ ભારે વરસાદમાં હેલ્મેટ સર્કલ ફરી પાણીમાં ડૂબી જાય છે. કરોડો રૂપિયાનાં વિકાસકામો છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં સ્થાનિકો અને રોજિંદા વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે લોકોની માગ છે કે દર ચોમાસામાં તાત્કાલિક રાહતનાં પગલાં લેવાના બદલે હેલ્મેટ સર્કલની પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Helmet Circle Ahmedabad Rain Waterlogging

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ