બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સેન્ટોસા પાર્કમાં વરસાનો કહેર, ઘરમાં ઘૂસ્યાં પાણી, ફાયર બ્રિગેડે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
Last Updated: 02:54 PM, 24 July 2026
ધોધમાર વરસાદના કારણે બોપલ-આંબલી વિસ્તારમાં આવેલા સેન્ટોસા પાર્ક રેસિડેન્શિયલ વિસ્તારમાં ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સોસાયટીના બેઝમેન્ટ, આંતરિક રસ્તાઓ અને પ્રવેશદ્વાર પાણીમાં ગરકાવ થતાં અનેક લોકો પોતાનાં ઘરોમાં જ ફસાઈ ગયા હતા.
ADVERTISEMENT
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે વોટર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી પાણીમાં ફસાયેલા રહેવાસીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
ભારે વરસાદના કારણે સોસાયટીમાં વીજ પુરવઠો અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થાનિક લોકો સાથે સંકલન સાધી સતત રાહત અને બચાવ કામગીરી ચલાવી હતી. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.