બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે બાવળા-સરખેજ હાઇવે બેટમાં ફેરવાયો, રાજકોટ તરફ જતા લોકોએ આ રસ્તો લેવો

ડાયવર્ઝન / અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે બાવળા-સરખેજ હાઇવે બેટમાં ફેરવાયો, રાજકોટ તરફ જતા લોકોએ આ રસ્તો લેવો

Published By: Vishal Khamar

Last Updated: 04:03 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારે વરસાદને પગલ બાવળા-અમદાવાદ હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. પાણી ભરાવાના કારણે બગોદરાથી અમદાવાદ જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે બાવળા-અમદાવાદ હાઇવેના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી છે. બાવળા-સરખેજ હાઇવેના અનેક ભાગોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ

સરી પાટીયા નજીક આવેલા મેલડી માતાના મંદિર પાસે તેમજ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી છે અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરે.

વાહનચાલકોને સલાહ આપવામાં આવી છે કે બગોદરા તરફથી અમદાવાદ જવા માટે હાલ ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરે.

તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે અને જરૂરી ન હોય તો પાણી ભરાયેલા માર્ગો પર મુસાફરી ટાળે.

આ પણ વાંચોઃ ભારે વરસાદ બાદ અમદાવાદનું હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલ ગેલોપ્લસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ભારે વરસાદને કારણે પાણીમાં જળમગ્ન બન્યો છે. ઔદ્યોગિક પાર્કમાં વરસાદી પાણી ભરાતા વિવિધ કંપનીઓમાં કામ કરતા અંદાજે 900 જેટલા કર્મચારીઓ ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SDRF, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. પાણીનું સ્તર વધુ હોવાથી હોડી દ્વારા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે, જ્યારે બચાવ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અધિકારીઓ દ્વારા લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. હાલ બચાવ કામગીરી સતત ચાલુ છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Traffic Update Bavla Sarkhej Highway Waterlogging Bavla Ahmedabad Highway

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ