બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આવતીકાલે સ્કૂલ-કોલેજ ચાલુ કે બંધ? વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીનો મોટો નિર્ણય

અમદાવાદ / અમદાવાદમાં આવતીકાલે સ્કૂલ-કોલેજ ચાલુ કે બંધ? વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીનો મોટો નિર્ણય

Published By: Kalpesh Kandoria

Last Updated: 05:01 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી સંપૂર્ણપણે ઓસર્યું નથી, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદની શાળા-કોલેજોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી સંપૂર્ણપણે ઓસર્યું નથી, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદની શાળા-કોલેજોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો તમે પણ વિચારી રહ્યા હોવ કે આવતીકાલે અમદાવાદમાં સ્કૂલ-કોલેજ ચાલુ રહેશે કે રજા રહેશે? તો જાણી લો કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમદાવાદ શહેરની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓને રજા રાખવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

વાલીઓને ફોન અને મેસેજથી જાણ કરવા સૂચના

શાળા-કોલેજો બંધ રાખવાના નિર્ણય અંગે તમામ વાલીઓને જાણ કરવા પણ શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ અથવા ફોન મારફતે રજાની જાણ કરવામાં આવશે.

હાલ અમદાવાદમાં વરસાદની સ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકો તેમજ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એટલે અમદાવાદના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સ્પષ્ટ છે કે આવતીકાલે શહેરની તમામ શાળા-કોલેજો બંધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad School Holiday Ahmedabad Weather Ahmedabad College Holiday

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ