બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શું થઇ ચર્ચા? કઇ બે શરતો પર થઇ સહમતિ, ક્યાં અટકી વાત

આંદોલન / કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શું થઇ ચર્ચા? કઇ બે શરતો પર થઇ સહમતિ, ક્યાં અટકી વાત

Published By: Kalpesh Kandoria

Last Updated: 04:42 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ મુખ્ય મુદ્દો રહી હતી.

કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે વાતચીત થઇ હતી, 10 મિનિટ સુધી ચાલેલી વાતચીતમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંને લઇ મામલો મુખ્ય ચર્ચામાં હતો. પરંતુ તેમના રાજીનામાંને લઇ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. કોકરોચ જનતા પાર્ટી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અડગ રહી. ઉપરાંત પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો તેમના પરિવારને 1 કરોડનું વડતર આપવા સરકારે સકારાત્મક સંકેત આપ્યા છે. આ ઉપરાંત સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR પાછી લેવા બાબતે પોઝિટિવ વલણ અપનાવ્યું છે.

કોકરોચ જનતા પાર્ટી તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ શુક્રવારે કોન્સિટ્યૂશનલ ક્લબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે 10 મિનિટ સુધી ચર્ચા થઇ.

મુલાકાત બાદ વીડિયો સાથે વાતચીત કરતાં કોકરોચ જનતા પાર્ટી તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ કહ્યું કે અમે સરકારને જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું અથવા કેબિનેટથી તેમની બરખાસ્તીથી ઓછું કંઈપણ નહીં ચાલે. આશુતોષ રાંકાએ કહ્યું કે દેશભરમાં અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા છે, દેશના યુવાઓમાં જે ગુસ્સો છે જે સેંટિમેંટ છે તે બહુ સ્પષ્ટ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડશે. આ બાબતે સરકાર સાથે વિસ્તૃત ચર્ચા થઇ. આ મુદ્દે જવાબ આપવા માટે સરકારે કાલે બપોર સુધી સમય માંગ્યો છે. જો સરકાર રાજીનામાનો નિર્ણય નહીં લે તો પ્રદર્શન વધુ વ્યાપક થશે અને કોકરોચ જનતા પાર્ટી તરફથી નેશનલ કૉલ લેવો પડશે.

આશુતોષ રાંકાએ કહ્યું કે સરકારે વળતર આપવા અને કાનૂની મામલાઓ પર સૈદ્ધાંતિક રૂપે સહમતિ દાખવી છે. તેમણે કહ્યું કે કાલે દિવસમાં સરકાર સાથે ફરી મુલાકાત થશે અને કાલે ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવામાં આવશે. અમે લોકોએ સરકારને જણાવી દીધું કે આ આંદોલન બહુ મોટું થઇ રહ્યું છે.

બીજી તરફ કોકરોચ જનતા પાર્ટી સાથે બેઠક પછી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે બેઠક થોડી લાંબી ચાલી. કોકરોચ જનતા પાર્ટી તરફથી 3 મુખ્ય માંગ રાખવામાં આવી હતી અને પરીક્ષાઓ માટે 5 સુધારા જણાવ્યા હતા. અમે એમને કહ્યું કે આપણે કાલે બપોરે ફરી મળશું અને સરકાર વચ્ચે થયેલી ચર્ચા વિશે તેમને જણાવશું.

કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય માંગ

  • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
  • પેપર લીકના કારણે આપઘાત કરનારના પરિજનોને 1 કરોડનું વળતર
  • આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાનૂની કાર્યવાહી ના કરવાનો ભરોસો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CJP Paper Leak Protest Dharmendra Pradhan

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ