બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્યાંક દેખાયો અજગર, તો ક્યાંક રેસ્ક્યુ માટે હેલિકોપ્ટર ઉડાવ્યું, જળબંબાકાર વરસાદથી ત્રાહિમામ પોકાર્યા નાગરિકો

photo-story

6 ફોટો ગેલેરી

ભારે વરસાદ / ક્યાંક દેખાયો અજગર, તો ક્યાંક રેસ્ક્યુ માટે હેલિકોપ્ટર ઉડાવ્યું, જળબંબાકાર વરસાદથી ત્રાહિમામ પોકાર્યા નાગરિકો

Last Updated: 07:28 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવસારી જિલ્લામાં પડેલ ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. તો અનેક લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું છે.

1/6

photoStories-logo

1. આકાશી આફતથી માણસો નહીં પરંતુ પશુઓને પણ હેરાનગતિ

નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે માત્ર જનજીવન જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ પણ સલામત આશ્રયની શોધમાં ભટકી રહ્યા છે. શહેરના ગ્રીડ વિસ્તાર નજીક આવેલા માદરીયા ભવન પાસે એક કારની છત પર વિશાળ અજગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાંથી બચવા માટે અજગર કારની છત પર ચડી ગયો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા, જ્યારે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વન્યજીવો પર પણ કુદરતી આફતની ગંભીર અસર પડી રહી હોવાનું દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 900 જેટલા કર્મચારીઓ ફસાયા

અમદાવાદ-બાવળા હાઇવે પર ગેલોપ્લસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણીનો ભરાવો થયો હતો. ઔદ્યોગિક પાર્કમાં વરસાદી પાણી ભરાતા વિવિધ કંપનીઓમાં કામ કરતા અંદાજે 900 જેટલા કર્મચારીઓ ફસાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SDRF, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. પાણીનું સ્તર વધુ હોવાથી હોડી મારફતે કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગણદેવીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામ નજીક તળાવ વિસ્તારમાં ફસાયેલા 30થી વધુ લોકોનું આખરે હેલિકોપ્ટરની મદદથી સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે અંબિકા નદીનું જળસ્તર અચાનક વધી જતાં લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા અને લગભગ 18 કલાક સુધી રાહ જોવી પડી હતી. ફસાયેલા લોકોએ વીડિયો વાયરલ કરીને મદદની અપીલ કરતાં તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર, બચાવ દળો અને અન્ય એજન્સીઓએ સંકલન સાથે કામગીરી કરીને સફળ રેસ્ક્યૂ પૂર્ણ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. NDRFની ટીમે 21 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

નવસારી જિલ્લાના બીલીમોરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે બચાવ કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે NDRFની ટીમ સતત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં NDRFએ 21 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે. બીજી તરફ, વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વલસાડ પોલીસે પૂરમાં ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યૂ

વલસાડ જિલ્લામાં અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયેલા 20થી વધુ લોકોને વલસાડ પોલીસે સલામત રીતે બહાર કાઢી તેમના જીવ બચાવ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને ભારે મહેનત બાદ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કપરી પરિસ્થિતિમાં પોલીસની ઝડપી અને બહાદુરીભરી કામગીરીથી અનેક લોકોનું રક્ષણ થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી

અમદાવાદમાં પડેલા ભારે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ઘણા વાહનોની નંબર પ્લેટો પાણીના પ્રવાહ અને રસ્તાની પરિસ્થિતિને કારણે નીકળી ગઈ હતી. ટ્રાફિક પોલીસે આવી ખોવાયેલી નંબર પ્લેટોને એકત્રિત કરી વાહનમાલિકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navsari rain news today Gujarat heavy rain update Navsari flood news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ