બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હોમ લોન લેતા પહેલાં ધ્યાન રાખો, આ 5 ભૂલો EMIનો બોજ વધારી શકે છે

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / હોમ લોન લેતા પહેલાં ધ્યાન રાખો, આ 5 ભૂલો EMIનો બોજ વધારી શકે છે

Last Updated: 08:51 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોમ લોન લેતી વખતે અમુક ભૂલો ટાળવી જોઈએ. જેમાં પોતાની આર્થિક ક્ષમતા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમજી-વિચારીને જ લોન લેવી જોઈએ. ચાલો એવી ભૂલો વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. હોમ લોન

ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સૌથી મોટું સપનું અને મહત્ત્વનો આર્થિક નિર્ણય હોય છે. આ સપનું પૂરું કરવામાં હોમ લોન મહત્વનો રોલ ભજવે છે. જેમાં સારી રીતે વિચારીને લીધેલ હોમ લોન તમારા ઘર માલિક બનવાના સપનાને સરળતાથી સાકાર કરી શકે છે. પરંતુ લોન માટે અરજી કરતા પહેલાં તમારી પેમેન્ટ ક્ષમતા, લોનનું સ્ટ્રક્ચર, માસિક ઈએમઆઈ અને વર્તમાન આર્થિક ખર્ચનું સારી રીતે મૂલ્યાંકન કરવું ખુબ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ન કરો આ ભૂલો

ઘણા લોકો પહેલી વાર ઘર ખરીદતી વખતે કાં તો સૌથી વધુ લોન લેવા માંગે છે કે સૌથી ઓછી ઈએમઆઈની પાછળ દોડે છે. પરંતુ ઓછી ઈએમઆઈનો મતલબ એ નથી કે લોન તમારા માટે સસ્તી છે. લોનનો સમય, વ્યાજદર, ડાઉન પેમેન્ટ અને બીજા છુપા ખર્ચ જ તમારા લોનની અસલી કિંમત નક્કી કરે છે. ચાલો એવી ભૂલો વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ખૂબ લાંબો પીરીયડ પસંદ કરવો

ઈએમઆઈ ઓછી કરવા માટે લોકો મોટા ભાગે સૌથી લાંબો પીરીયડ પસંદ કરી લે છે. આથી માસિક ઈએમઆઈ ઓછી થાય છે, પરંતુ આખા સમયગાળામાં વ્યાજ તરીકે ઘણી મોટી રકમ ચૂકવવી પડે છે. તેથી એટલો પીરીયડ પસંદ કરો જે તમારી આર્થિક સ્થિતિ અનુસાર હોય અને વ્યાજનો બિનજરૂરી ખર્ચ ન વધારે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ખૂબ ઓછું ડાઉન પેમેન્ટ

શરૂઆતમાં ઓછું ખર્ચ કરવાના ચક્કરમાં લોકો ઓછું ડાઉન પેમેન્ટ કરે છે. તેનાથી વધુ લોન લેવી પડે છે, જેના કારણે વ્યાજ અને લોનનો બોજ વધી જાય છે. આથી શક્ય હોય તો સારું ડાઉન પેમેન્ટ કરવું જોઈએ, જેથી લોનનો બોજ ઓછો રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. છુપા ખર્ચને અવોઇડ કરવા

ઘર ખરીદતી વખતે માત્ર ઘરની કિંમત અને લોન પર જ ધ્યાન આપવામાં આવે છે. પણ રજિસ્ટ્રેશન ચાર્જ, પ્રોસેસિંગ ફી, વીમો, મેન્ટેનન્સ અને બીજા વધારાના ખર્ચને અવોઇડ કરવામાં આવે છે. આ ખર્ચ તમારા માસિક બજેટને પૂરેપૂરું અસર કરી શકે છે. આથી આ બધા ખર્ચને ધ્યાનમાં રાખીને જ લોનનું આયોજન કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પોતાની ક્ષમતા સુધી લોન

લેવી ઘણા લોકો પોતાની લાયકાત મુજબ મળતી મેક્સીમમ લોન લઈ લે છે. આવું કરવાથી ભવિષ્યની જરૂરિયાતો અને અણધાર્યા ખર્ચ માટે કોઈ સ્પેસ રહેતો નથી. આથી એટલી જ લોન લો જેને કોઈપણ આર્થિક અનિશ્ચિતતામાં પણ સરળતાથી ચૂકવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

long tenure home loan Buying house
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ