બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:44 PM, 24 July 2026
NEET-UG પ્રશ્નપત્ર લીક અને વિવિધ પરીક્ષાઓમાં ગડબડીના મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને શિક્ષણ મંત્રાલયમાં મોટા પાયે માળખાકીય ફેરફારો કરવાની તૈયારી કરી લીધી છે. NTA પોતાની સંસ્થાકીય વ્યવસ્થાને મજબૂત કરવા અને દેશભરમાં યોજાતી પરીક્ષાઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ટૂંક સમયમાં જાહેરાત કરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકાર દ્વારા પેપર લીક સામેની રણનીતિ અંતર્ગત NTA ના સમગ્ર માળખાને નવા સિરેથી તૈયાર કરવામાં આવશે..
ઓર્ગેનાઈઝેશનનું પુનર્ગઠન: આવતા મહિને NTA નું સંપૂર્ણ પુનર્ગઠન કરવામાં આવશે.
ADVERTISEMENT
47 અધિકારીઓ સામે કાર્યવાહી: એજન્સીમાંથી 47 જેટલા લોકોને હટાવવામાં આવશે અને તેમાંથી કેટલાક સામે કડક કાર્યવાહી પણ કરાશે.
આઉટસોસિંગ પ્રક્રિયામાં ફેરફાર: એજન્સીની આઉટસોસિંગ પદ્ધતિઓમાં ફેરફાર થશે અને નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે નવું માળખું લાગુ કરાશે.
ADVERTISEMENT
લીક-પ્રૂફ સિસ્ટમ: પરીક્ષાઓ માટે સંપૂર્ણપણે 'લીક-પ્રૂફ' સિસ્ટમ બનાવવામાં આવશે. નોંધનીય છે કે NTA દેશમાં JEE, NEET, CUET સહિત 15 થી 20 જેટલી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આયોજિત કરે છે.

ADVERTISEMENT
પરીક્ષા વિવાદો અને વિપક્ષ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે મંત્રાલયના અનેક ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે:
ADVERTISEMENT
વિનીત જોશીની બદલી: NEET-UG વિરોધ પ્રદર્શન તીવ્ર બનતાં ગુરુવારે મોડી રાત્રે ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીને પદ પરથી હટાવી દેવાયા છે. તેઓ CBSE ના પ્રમુખ, NTA ના પ્રથમ મહાનિર્દેશક અને UGC ના કાર્યવાહક પ્રમુખ રહી ચૂક્યા છે. હવે તેમને પંચાયતી રાજ મંત્રાલયમાં સચિવ બનાવાયા છે.
નવા સચિવોની નિમણૂક: નરેશ કુમાર ગંગવાર (1994 બેચના IAS) ને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ અને ટી. કે. અનિલ કુમારને શાળા શિક્ષણ સચિવ બનાવવામાં આવ્યા છે. ગંગવાર અગાઉ પશુપાલન મંત્રાલયમાં હતા.
CBSE માં ફેરફાર: આ અગાઉ CBSE ની ધોરણ 12 ની પરીક્ષાઓમાં ડિજિટલ મૂલ્યાંકન (OSM) ની ખામીઓના લીધે CBSE ના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાને હટાવીને તેમની જગ્યાએ લોખંડે પ્રશાંત સીતારામ અને વરુણ ભારદ્વાજની નિમણૂક કરવામાં આવી હતી.
મીડિયા ચીફની બદલી: મંત્રાલયના મીડિયા અને સંચાર પ્રમુખ આંચલ કટિયારને પશુપાલન મંત્રાલયમાં મોકલાયા છે અને તેમની જગ્યાએ રશ્મિ રોજા તુષારા નાયરને નિમણૂક અપાઈ છે.
વધુ વાંચો : કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શું થઇ ચર્ચા? કઇ બે શરતો પર થઇ સહમતિ, ક્યાં અટકી વાત
NEET-UG પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસની કથિત સખ્તાઈને કારણે હવે આ મુદ્દો દેશવ્યાપી આંદોલન બની ગયો છે. વિપક્ષી પક્ષો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે અને સંસદમાં આ મુદ્દે ચર્ચા તથા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ અગાઉ 2024 માં જ્યારે NEET અને UGC-NET પેપર લીકનો વિવાદ થયો હતો, ત્યારે NTA ના તત્કાલીન મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને હટાવી દેવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.