ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:45 PM, 25 July 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓપનર રોહિત શર્માના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે રોહિત શર્મા હજુ ટીમનો ભાગ છે અને તેમના નિવૃત્તિ લેવાનો કોઈ સવાલ નથી. આ નિવેદન બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે રોહિત 2027ના વનડે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.
ADVERTISEMENT
તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માની નિવૃત્તિ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ તેમના કરિયરની છેલ્લી સીરિઝ બની શકે છે. જોકે રાજીવ શુક્લાએ આ તમામ અટકળોને ફગાવી દીધી છે.
ADVERTISEMENT
રાજીવ શુક્લાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે રોહિત શર્મા હજુ પણ ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે અને ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓનો કોઈ આધાર નથી. હાલ રોહિતના સંન્યાસનો કોઈ પ્રશ્ન જ નથી.
ADVERTISEMENT
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં શરૂઆતની બે મેચમાં સંઘર્ષ કર્યો હતો. ત્યારબાદ તેમની ટીમમાં જગ્યા અંગે સવાલો ઉઠ્યા હતા. પરંતુ લોર્ડ્સમાં રમાયેલી શાનદાર શતકીય ઈનિંગથી તેમણે ફરી સાબિત કર્યું કે તેઓ હજુ પણ મોટા મુકાબલામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજીવ શુક્લાના નિવેદન બાદ હવે રોહિત શર્માના 2027 વનડે વર્લ્ડ કપ રમવાની શક્યતાઓને વધુ મજબૂતી મળી છે. જોકે ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને પણ તૈયાર કરી રહ્યું છે જેથી લાંબા સમય માટે ટીમ પાસે વિકલ્પો ઉપલબ્ધ રહે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફ્રીમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી IND vs ZIM LIVE મેચ? અહીં જાણો દરેક વિગત
BCCIના ઉપાધ્યક્ષે ભારતીય ટીમના મેનેજમેન્ટ અને પસંદગી પ્રક્રિયાનો પણ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ટીમમાં કોણ રહેશે અને કોણ નહીં તેનો નિર્ણય પસંદગીકારો કરે છે. ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને હાલ કોઈ મોટા ફેરફારની જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT