બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પર વરસાદી સંકટ યથાવત, આગામી 36 કલાક આ વિસ્તારો માટે ભારે, વાસણા બેરેજના દરવાજા ખોલાયા
Last Updated: 04:13 PM, 25 July 2026
૨૩ જુલાઈ, ગુરુવારનો દિવસ અમદાવાદીઓ ક્યારેય ભૂલી શકવાના નથી. એ દિવસે થયેલા મેઘતાંડવની અસરો હજુ પણ જોવા મળી રહી છે. સ્થાનિક હવામાન વિભાગે આજે સવારે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં આજે અતિભારે વરસાદની સંભાવના ધ્યાને રાખીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદીઓની મુસીબત હાલ વિરામ લે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, કેમ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૩૬ કલાક અમદાવાદીઓ માટે ભારે સાબિત થવાના છે.
ADVERTISEMENT
આવતી કાલે ૨૬ જુલાઈ, રવિવારના દિવસે પણ શહેરમાં ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. કાલે વાવાઝોડા સાથે તીવ્રતાવાળાં ઝાપટાં દિવસભર લોકોની મુસીબત વધારતાં રહેશે. સ્થાનિક હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં વધુમાં જણાવાયું છે કે આગામી સપ્તાહની શરૂઆત પણ ભારે વરસાદથી થવાની છે. ૨૭ જુલાઈ, સોમવારના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તેવું આગાહીમાં જણાવાયું છે.
અમદાવાદીઓને રાહત આપતી વાત એ છે કે 28 જુલાઈથી સાવ હળવાં વરસાદ ઝાપટાંની સંભાવના હોવાથી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. 30 જુલાઈ સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાં ઝાપટાં વરસતાં રહેશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરનું મહત્તમ તાપમાન ગગડીને છેક ૨૬.૨ ડિગ્રી પર પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી જેટલું ઓછું છે. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું.
ADVERTISEMENT
આજે સવારે ૮.૩૦ કલાકે શહેરની હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા જેટલું ઊંચું નોંધાયું છે, જે સ્પષ્ટ નિર્દેશ આપે છે કે આજે દિવસભર, ખાસ કરીને બપોર બાદ તીવ્રતાવાળાં ઝાપટાં અથવા ભારે વરસાદ પડી શકે છે.રાજ્ય ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૬૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્રણ જિલ્લાના પાંચ તાલુકામાં તો ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાધનપુરમાં 13.46 ઇંચ અને નડિયાદમાં ૧૦.૩૧ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાવ-થરાદના ભાભરમાં ૧૧.૩૦ ઇંચ, દિયોદરમાં ૧૦.૮૩ ઇંચ અને ખેડાના નડિયાદમાં ૧૦.૩૧ ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શહેરમાં મેઘરાજાની મહેર યથાવત્ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મેઈન કંટ્રોલરૂમના તાજા આંકડા મુજબ આજે સવારના છથી ૧૦ વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 0.13 ઈંચ (3.34 િમમી) વરસાદ નોંધાયો છે. આ સાથે ચાલુ ચોમાસામાં શહેરનો કુલ સરેરાશ વરસાદ ૧૮.૬૪ ઈંચ (૪૭૩.૨૪ િમમી) પર પહોંચ્યો છે.
સવારના નવથી ૧૦ વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધુ રહ્યું હતું. ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૦.૧૫ ઈંચ અને મધ્ય ઝોનમાં ૦.૧૬ ઈંચ વરસાદ નોંધાતાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. દૂધેશ્વર તેમજ જોધપુર, સરખેજ અને મક્તમપુરા વિસ્તારોમાં ૦.૧૮ ઈંચ, જ્યારે કોતરપુર અને વટવામાં ૦.૨૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહ્યું છે.
ADVERTISEMENT
બીજી તરફ સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજની સપાટી 37.576 ફૂટ સુધી પહોંચતાં ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને બેરેજના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્રએ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને અનાવશ્યક રીતે નદી નજીક ન જવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ સલમાન સામે NIAની મોટી કાર્યવાહી, નવસારીમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા રચ્યું હતું ષડયંત્ર
ADVERTISEMENT
એએમસીના આંકડા મુજબ શહેરના વિવિધ ઝોનમાં હળવાેથી મધ્યમ વરસાદ ચાલુ રહેતાં આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.