બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / "અભિજીત દીપકે જેવો દીકરો હોય...": 47 વર્ષીય જાણીતી અભિનેત્રીએ શિક્ષણ મંત્રીના રાજીનામા પર કહી મોટી વાત!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / "અભિજીત દીપકે જેવો દીકરો હોય...": 47 વર્ષીય જાણીતી અભિનેત્રીએ શિક્ષણ મંત્રીના રાજીનામા પર કહી મોટી વાત!

Last Updated: 06:56 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

NEET પેપર લીક અને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને દેશભરમાંથી મોટું સમર્થન મળી રહ્યું છે. બોલિવૂડ અને સાઉથ સિનેમાના અનેક દિગ્ગજ સિતારાઓ બાદ હવે 47 વર્ષીય પ્રખ્યાત એક્ટ્રેસ જ્યોતિકાએ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.

1/5

photoStories-logo

1. "અભિજીત દીપકે જેવો દીકરો હોય...": 47 વર્ષીય જાણીતી અભિનેત્રીએ શિક્ષણ મંત્રીના રાજીનામા પર કહી મોટી વાત!

NEET પેપર લીક મામલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતૃત્વમાં થઈ રહેલા વિદ્યાર્થી વિરોધ-પ્રદર્શનને બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક બોલિવૂડ સ્ટાર્સ સતત સપોર્ટ કરી રહ્યા છે. સલમાન ખાન, આર માધવન, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, હુમા કુરેશી, સોનાક્ષી સિન્હા, પ્રકાશ રાજ જેવા કલાકારો આ સ્ટુડન્ટ પ્રોટેસ્ટના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ખુલીને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. હવે આ કડીમાં સાઉથ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ જ્યોતિકાએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સાઉથ એક્ટ્રેસ જ્યોતિકાએ કર્યું આંદોલનનું સમર્થન

નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા અને સાઉથના પ્રખ્યાત એક્ટર સૂર્યાના પત્ની એક્ટ્રેસ જ્યોતિકા આ વિદ્યાર્થી આંદોલનનું સમર્થન કરનાર હસ્તીઓની યાદીમાં જોડાનારી નવી સેલિબ્રિટી બન્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જવાબદેહી અને શૈક્ષણિક સુધારાના પક્ષમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને CJP ની પ્રશંસા

જ્યોતિકાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગડબડીઓ સામે CJP ના નેતૃત્વમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનો પૂર્ણ ટેકો આપ્યો છે. તેમણે કથિત NEET-UG પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પ્રદર્શનકારીઓની માંગનું પણ ખુલ્લેઆમ સમર્થન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લાંબી નોટ શેર કરી

તેમણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોટ શેર કરી છે, જેમાં લખ્યું. ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન કરે, રાજીનામું આપે. હું વિદ્યાર્થીઓ અને આપણા દેશના ભવિષ્ય સાથે ઊભી છું. હું જવાબદેહી સાથે ઊભી છું. હું લોકતાંત્રિક ભારત સાથે ઊભી છું. હું સુધારેલી શિક્ષણ વ્યવસ્થા સાથે ઊભી છું. પોતાની પોસ્ટમાં આગળ લખતા તેમણે દેશના યુવાનો અને આંદોલનકારી નેતાઓની પ્રશંસા કરતા ઉમેર્યું, સોનમ વાંગચુક, અભિજીત દીપકે અને સૌરવ દાસ, એક મા તરીકે હું ઈચ્છું છું કે આપણા બાળકો તમારા જેવા બને. કોઈ પણ છલકપટ વિના પોતાની વાત કહેવા માટે મને જેન જી (Gen Z) પર ગર્વ છે. આપ લોકોએ સાબિત કરી દીધું છે કે સાથે મળીને આપણે જ ભારત છીએ. દબાણને તોડવા અને આપણને નિડર બનાવવા માટે આભાર. જ્યોતિકાએ આ નોટ 'જય હિંદ' કેપ્શન સાથે શેર કરી છે. નોંધનીય છે કે જ્યોતિકાના લગ્ન ફેમસ સાઉથ એક્ટર સૂર્યા સાથે થયા છે અને તેમને બે બાળકો (દીકરી દિયા અને દીકરો દેવ) છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બોલિવૂડ હસ્તીઓનો સપોર્ટ અને પીએમ મોદીનું આશ્વાસન

આ વિદ્યાર્થી આંદોલન હવે દેશવ્યાપી બની ચૂક્યું છે. આલિયા ભટ્ટ, સલમાન ખાન, હુમા કુરેશી, સાકિબ સલીમ, સોનાક્ષી સિન્હા, પ્રકાશ રાજ, નસીરુદ્દીન શાહ, રતના પાઠક શાહ, અમોલ પારાશર, સ્વરા ભાસ્કર અને અનેક કલાકારોએ આ પ્રદર્શનો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. બીજી તરફ, વિદ્યાર્થીઓના સમર્થનમાં 20 થી વધુ દિવસોથી ભૂખ હડતાળ પર ઉતરેલા શિક્ષણશાસ્ત્રી અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે 24 July 2026 (શુક્રવાર) ની સવારે પોતાના અનશન સમાપ્ત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક નિવેદન જારી કરીને આશ્વાસન આપ્યું છે કે NEET પેપર લીક કેસના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને સરકાર આ કેસની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DharmendraPradhan Jyothika AbhijeetDipke
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ