બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બોપલમાં 22 ઈંચ વરસાદ, AMCએ ડી-વોટરિંગ કામગીરી તેજ કરી, મ્યુનિ કમિશનર બંછાનિધી પાનીનું મોટું નિવેદન

વરસાદ અપડેટ / બોપલમાં 22 ઈંચ વરસાદ, AMCએ ડી-વોટરિંગ કામગીરી તેજ કરી, મ્યુનિ કમિશનર બંછાનિધી પાનીનું મોટું નિવેદન

Published By: Vishal Khamar

Last Updated: 10:14 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં પડેલ ધોધમાર વરસાદમાં પોશ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. જે બાદ એએમસી દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓ પરથી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ રસ્તાઓ પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે હેવી ડી-વોટરિંગ પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

1.25 લાખ ક્લોરીનની ગોળીઓનું વિતરણ

કમિશનરે જણાવ્યું કે ઇસ્કોન ગ્રીન સહિત અન્ય પાણી ભરાયેલા વિસ્તારોમાં સતત પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાણી ઉતર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેથી રોગચાળો ફેલાવાનો ખતરો ટાળી શકાય. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને AMC દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1.25 લાખ ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પુરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

બોપલ વિસ્તાર હજુ વેસ્ટર્ન ટ્રંક લાઇન સાથે જોડાયેલો નથી

બોપલ વિસ્તાર અંગે કમિશનરે જણાવ્યું કે અહીં આશરે 22 ઇંચ વરસાદ નોંધાયો છે. બોપલ વિસ્તારની રકાબી જેવી હોવાથી વરસાદી પાણી ઝડપથી એકત્રિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે બોપલ વિસ્તાર હજુ વેસ્ટર્ન ટ્રંક લાઇન સાથે જોડાયેલો નથી, જેના કારણે પાણીના નિકાલમાં પડકારો સર્જાયા છે. કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારો ઉપરાંત કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ પોતાના પંપ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પીવાના પાણી અને ડ્રેનેજના પાણી ભેગા ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું કમિશનરે જણાવ્યું.

આ પણ વાંચોઃ સાંતલપુરમાં વરસાદી કહેર, સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા

વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને મિલકત કર અથવા અન્ય ટેક્સમાં રાહત આપવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કમિશનરે જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. AMCનું કહેવું છે કે વરસાદ બાદ શહેરમાં સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત્ થાય અને આરોગ્ય સંબંધિત જોખમો ઘટાડવા માટે તમામ વિભાગો સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC operations Ahmedabad Municipal Commissioner Banchhanidhi Pani

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ