બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાંતલપુરમાં વરસાદી કહેર, સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા

વરસાદી માહોલ / સાંતલપુરમાં વરસાદી કહેર, સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા

Published By: Vishal Khamar

Last Updated: 09:54 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સાંતલપુર પંથકમાં પડેલ ધોધમાર વરસાદને પગલે અનેક ગામ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ચારકણા સ્થિત એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની અસર હવે ચારણકા સ્થિત એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક પૈકીના એક ચારણકા સોલાર પાર્ક પર પણ જોવા મળી રહી છે. પાર્કના વિશાળ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં સમગ્ર પરિસરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. ચારણકા સોલાર પાર્કની આસપાસના ગામોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને અવરજવર મુશ્કેલ બની છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાણી કીચડમાં ફસાયા

પાટણ જિલ્લાના સાંતલપુરમાં વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચેલા ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુશ્કેલીમાં મુકાયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન તેઓ પાણી અને કીચડ ભરેલા રસ્તામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ભારે મહેનત બાદ ધારાસભ્યને કીચડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને બહાર કાઢવાની કામગીરીમાં જોડાયેલા કેટલાક અન્ય લોકો પણ કાદવમાં ફસાયા હતા. ઘટનાએ વિસ્તારની ખરાબ સ્થિતિ અને વરસાદ બાદ ઉભી થયેલી મુશ્કેલીઓની સ્થિતિ સામે લાવી છે.

સાંતલપુરમાં પોલીસ વિભાગ સ્થાનિકો માટે બન્યો દેવદૂત, પૂર જેવા પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સાંતલપુરના જજામ અને ફાંગલી રોડ પર આવેલા ડીપ વિસ્તારમાં એક કાર સાથે 8 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને મોડી રાત્રે તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. રેસ્ક્યૂ બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે ફાંગલી પ્રાથમિક શાળાના સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને જરૂરી આશરો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. મુશ્કેલીના સમયે પોલીસની ઝડપી કામગીરીથી સ્થાનિકોમાં પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હારીજમાં ભારે વરસાદથી વિસ્તાર બેટમાં ફેરવાયો

પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હારીજ શહેરમાં ભારે વરસાદ બાદ વિસ્તારો બેટમાં ફેરવાયા છે. હસ્તીનાપુર વિસ્તાર સહિતની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. અનેક પરિવારોને ઘૂંટણસમા પાણી વચ્ચે રાત વિતાવવાની ફરજ પડી રહી છે.વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, SEOC ખાતે યોજી સમીક્ષા બેઠક, ઉત્તર ગુજરાત માટે NDRF-SDRF ટીમો તહેનાત

સાંતલપુરના બરારા ગામના 100થી વધુ ઘરમાં ભરાયું પાણી

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાંતલપુર તાલુકાના બરારા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગામના 100થી વધુ ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan Rain News Charanka Solar Park Patan Heavy Rain

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ