બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, SEOC ખાતે યોજી સમીક્ષા બેઠક, ઉત્તર ગુજરાત માટે NDRF-SDRF ટીમો તહેનાત
Last Updated: 08:59 PM, 25 July 2026
ગાંધીનગર: રાજ્યમાં સતત વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને સમગ્ર રાજ્યની વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
સમીક્ષા બેઠક દરમિયાન અધિકારીઓએ આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસનની મદદ માટે NDRF અને SDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરોને સંપૂર્ણ સતર્ક રહેવા અને જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં હવે રાહત અને પુનર્વસન કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેશ ડોલ્સની ચુકવણી શરૂ કરવામાં આવી છે અને ઘરવખરી સહાય પણ ઝડપથી ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
ADVERTISEMENT
બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રાથમિક અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 308 પશુઓના મૃત્યુ નોંધાયા છે. મુખ્યમંત્રીરીએ પાણી ઉતર્યા બાદ તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન, આરોગ્ય સંબંધિત પગલાં અને નુકસાનનો સર્વે હાથ ધરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.
રાહત કમિશનરે બેઠકમાં માહિતી આપી હતી કે જુલાઈ મહિનામાં 2025ના સરેરાશ વરસાદની સરખામણીએ અત્યાર સુધીમાં વલસાડમાં 93 ટકા, નવસારીમાં 97 ટકા, ડાંગમાં 71 ટકા, સુરતમાં 81 ટકા, અમદાવાદમાં 66 ટકા અને અમરેલીમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
રાજ્યના જળાશયોમાં હાલ કુલ 53.14 ટકા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. ઉપરાંત, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,158 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.