બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણથી વલસાડ સુધી વરસાદનો કહેર, અમદાવાદમાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં એલર્ટ
13 ફોટો ગેલેરી
Last Updated: 12:16 PM, 26 July 2026
1/13
2/13
પાટણના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તાર હાલબેહાલ બન્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાબરાના નારાયણપરા ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. 50થી વધુ પરિવારો અસરગ્રસ્ત બનતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગામની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ગામની સ્થિતિ પર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત નજર રાખી રહ્યા છે.
3/13
4/13
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. 45 ઈંચ વરસાદ બાદ ઉમરગામના આઠ ગામો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. પૂરના પાણી ઓસર્યા બાદ ચારેબાજુ નુકસાનના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટીમ્બી ગામમાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં 40થી વધુ મકાનો ધરાશાયી થયા છે. સ્થાનિકોએ અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગ કરી છે.
5/13
અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ લોકોની મુશ્કેલી યથાવત છે. ભારે વરસાદને કારણે બોડકદેવ પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતાં તેને થલતેજ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. મહત્વના દસ્તાવેજો સલામત રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વરસાદ બંધ થયા છતાં પોલીસ સ્ટેશનમાં હજુ પણ પાણી ભરાયેલા છે.
6/13
પાટણના સાંતલપુર વિસ્તારમાં વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ ગંભીર અસર થઈ છે. લોદરા પાસે આવેલા કોઝવે પર ફરી વરસાદી પાણી ફરી વળતાં સુઈગામ-રાધનપુર હાઈવે બંધ કરવામાં આવ્યો છે. હાઈવે બંધ થતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. પાણીના પ્રવાહ વચ્ચે પસાર થતી એક ટ્રક પલટી જતાં અવરજવરમાં વધુ મુશ્કેલી સર્જાઈ છે.
7/13
ભાવનગરના શેત્રુંજી ડેમમાં હવે પાણીની આવક ઘટી છે. જેના કારણે ડેમના પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલમાં ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલમાં 400 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નદીકાંઠાના ગામોને વહીવટી તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપી છે.
8/13
9/13
અમદાવાદમાં વરસાદના વિરામ બાદ હવે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. થલતેજ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે, જે બોડકદેવ પોલીસ સ્ટેશનથી આશરે 1000 મીટર દૂર છે. AMCએ ભૂવાને કોર્ડન કરીને વિસ્તાર સુરક્ષિત કર્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ત્રણ દિવસ પહેલા ભૂવો પડ્યા બાદ પણ મહાનગરપાલિકાએ સમયસર કામગીરી કરી નહોતી.
10/13
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ પડતા ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવ્યા છે. શામળાજી પંથકમાં પણ મોડી રાત્રે બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નદી બેકાંઠે થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
11/13
કચ્છના રાપર વિસ્તારમાં સતત વરસાદના કારણે જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. અવિરત વરસાદથી ફતેહગઢ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરાંત નાની સિંચાઈનો નાગતર ડેમ, ભોજનારી ડેમ, ભીમાસર તળાવ અને મોમાઈમોરા તળાવ પણ ઓવરફ્લો થયા છે. જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
12/13
અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં બોપલ-ઘુમાના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ઘુમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણીમાં ઘેરાયેલું હોવાથી બંધ છે. આરોગ્ય કેન્દ્ર બહાર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
13/13
ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ બેકાંઠે વહેવા લાગી છે. સપ્તનદી સંગમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વૌઠા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જ્યારે વાત્રક અને સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી છે. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા માટે વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Gold Silver Price / માત્ર એક સપ્તાહમાં સોનું-ચાંદી ગયું આસમાને, જાણો તમારા શહેરના આજના રેટ
ટોપ સ્ટોરીઝ