બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:08 PM, 26 July 2026
દેશના નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રહલાદ જોશીએ તેમનું પદ સંભાળી લીધું છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો. આ સાથે જોશીએ શિક્ષણ મંત્રીનો વધારાનો હવાલો સંભાળી લીધો છે. સાથે સાથે તેમનો વર્તમાન મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રીની સલાહ પર 25 જુલાઈ 2026 ના તાત્કાલિક અસરથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું હતું.
પ્રહલાદ જોશી હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયનો કાર્યભાર સંભાળે છે. હવે તેમને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ થઇ ઘોષણા, જાણો કોણ છે પ્રહ્લાદ જોશી
27 નવેમ્બર 1962 ના કર્ણાટકના વિજયપુરામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રહલાદ જોશીને નાનપણથી જ સામાજિક કાર્ય અને જાહેર મુદ્દાઓમાં રસ હતો. વિદ્યાર્થીકાળ દરમિયાન પણ તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા અને લોકો સાથે જોડાઇને તેમના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Kargil Vijay Diwas / 527 શહીદોના બલિદાનથી લખાયો ઇતિહાસ, જાણો 18,000 ફૂટ પર લડાયેલા યુદ્ધની ગાથા
NEET Paper Leak Protest / પેપર લીક વિરોધ પડ્યો ભારે! તેજ પ્રતાપ યાદવને કોર્ટે મોકલ્યા 14 દિવસની જેલમાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.