ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધારીના દેવળા ગામમાં સિંહે કર્યો પશુનો શિકાર, ઝરમર વરસાદમાં પશુનો LIVE શિકાર CCTVમાં કેદ

Amreli Lion Attack / ધારીના દેવળા ગામમાં સિંહે કર્યો પશુનો શિકાર, ઝરમર વરસાદમાં પશુનો LIVE શિકાર CCTVમાં કેદ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:00 AM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhari News: અમરેલીના ધારીના દેવળા ગામે સિંહે ગામમાં ફફડાટ ફેલાવ્યો છે. ઝરમર વરસાદ વચ્ચે સિંહે પશુનો શિકાર કરતા ગ્રામજનો ભયમાં જીવી રહ્યા છે.

ADVERTISEMENT

Dhari News: અમરેલીના ધારીના દેવળા ગામે સિંહે ગામમાં ફફડાટ ફેલાવ્યો છે. ઝરમર વરસાદ વચ્ચે સિંહે પશુનો શિકાર કરતા ગ્રામજનો ભયમાં જીવી રહ્યા છે. સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સિંહ મોડી રાત્રે ગામમાં આવતો દેખાય છે એટલુ જ નહી સિંહએ પલવારમાં પશુનો શિકાર કરી લીધો હતો.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામમાં ઝરમર વરસાદ વચ્ચે સિંહે પશુનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે ગામમાં પ્રવેશેલા સિંહે પળવારમાં પશુ પર હુમલો કરી શિકાર કર્યો હતો.

આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. થોડા જ સેકન્ડમાં સિંહે કરેલા શિકારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગામમાં સિંહની અવરજવર વધતા પશુપાલકો અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને રાત્રિના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગેરકાયદેસર મદ્રેસા કેસ: પોલીસ તપાસનો વ્યાપ ભરૂચ સુધી, મૌલાના 10 દિવસના રિમાન્ડ પર

નોધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગીર પંથકમાં સિંહ ગામમાં ઘુસી અને પશુઓ તેમજ માનવી પર હૂમલા કર્યા હોય તેવા બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ માનવી પર હૂમલાની ઘટનાઓ પણ સામે આવી હતી. જેને લઇને ખેડૂતોમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખેતરમાં જતા પણ ડર લાગી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli News Dhari News Lion Attack

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ