બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હેલ્થકેરમાં મોટી ક્રાંતિ! ડ્રોનથી પહોંચશે બ્લડ અને અંગો, ઇલેક્ટ્રિક એર એમ્બ્યુલન્સથી બચશે હજારો જીવ
Last Updated: 09:02 AM, 26 July 2026
EPlane Electric Air Ambulance: ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રોફ્ટ અને એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સાજેદારીથી દેશમાં ઇલેક્ટ્રિક એર એમ્બ્યુલન્સ અને મેડિકલ ડિલિવરી ડ્રોન સેવાઓ શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રાફિક જામથી કોઇનો જીવ પણ જઈ શકે છે? ભારતમાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે કારણ કે તેઓને હોસ્પિટલ પહોંચવામાં ખૂબ મોડું થયુ હોય છે. હવે પરિસ્થિતિ બદલાવાની તૈયારીમાં છે. એમ્બ્યુલન્સ રસ્તા પરથી નહીં, આકાશમાંથી આવશે. તેઓ દર્દીને ઉપાડીને થોડીવારમાં મોટી હોસ્પિટલમાં લઈ જશે. આટલું જ નહી લોહી, દવાઓ અને માનવ અંગો પણ ડ્રોન દ્વારા હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. આ કોઈ ફિલ્મી કહાની નથી, પરંતુ ભારતની હેલ્થકેર સિસ્ટમમાં આવનાર મોટો બદલાવ છે. જે ઇપ્લેન કંપની અને એપોલો હોસ્પિટલ્સ વચ્ચેની નવી ભાગીદારી દ્વારા શરૂ થયું છે.
The future of emergency care is taking flight.
— Suneeta Reddy (@SuneetaReddy4) July 25, 2026
The collaboration between #ApolloHospitals and The @ePlaneCompany Company marks the dawn of Advanced Air Mobility (AAM) in healthcare.
Short- flight, urban air ambulances, medical air corridors, and ubiquitous aerial mobility have… pic.twitter.com/VbiRR2gbfv
ADVERTISEMENT
ચેન્નાઈ સ્થિત ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ બનાવનાર ધ ઇપ્લેન કંપની અને એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી હેઠળ દેશમાં ઇલેક્ટ્રિક એર એમ્બ્યુલન્સ અને મેડિકલ ડિલિવરી ડ્રોન શરૂ કરવામાં આવશે. આ માર્ગ અકસ્માતો, હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર તબીબી કટોકટીથી પીડાતા દર્દીઓને વધુ ઝડપી સમયમાં મોટી હોસ્પિટલોમાં લઈ જવામાં મદદ કરશે. કંપની કહે છે કે આનાથી શહેરો તેમજ દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી અને ઝડપી સારવાર મળી શકશે.
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં 1.7 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આમાંથી 5 માંથી માત્ર 1 દર્દી મહત્વપૂર્ણ 'ગોલ્ડન અવર'માં ટ્રોમા સેન્ટર સુધી પહોંચી શકે છે. આ જ કારણ છે કે સમયસર સારવારના અભાવે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ નવી ભાગીદારીનો ઉદ્દેશ્ય દર્દીઓને વિલંબ કર્યા વિના સીધા હોસ્પિટલો અને ટ્રોમા સેન્ટરોમાં પહોંચાડવાનો છે, જેથી તેઓ સમયસર સારવાર મેળવી શકે અને ગંભીર પરિસ્થિતિઓમાં જીવ બચાવી શકે.
ADVERTISEMENT
🚑 Apollo Hospitals has signed an MoU with IIT Madras-incubated The ePlane Company to introduce electric eVTOL air ambulances in India.
— Filter Coffee ☕️ (@FilterCoffeeHQ) July 23, 2026
The partnership gives the start-up access to Apollo's healthcare network, which spans nearly 18,000 pin codes, to support future deployment.… pic.twitter.com/aHU93ceqmL
એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના ચેરમેન ડૉ. પ્રતાપ સી. રેડ્ડીએ જણાવ્યું હતું કે ભારતમાં ઘણા લોકો ફક્ત એટલા માટે જીવ ગુમાવે છે કારણ કે મદદ સમયસર પહોંચતી નથી. તેમણે કહ્યુ હતુ કે સારી સારવાર સાથે સાથે સમય પર સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી પણ એટલી જરૂરી છે. તેમના મતે ઇ પ્લેન કંપની સાથેની આ ભાગીદારી દેશના દરેક ખૂણામાં આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા તરફ એક મોટું પગલું છે.
ADVERTISEMENT
દર્દીઓનું ટ્રાન્સફર ૭ ગણું ઝડપી થશે
ઇપ્લેન કંપનીના સ્થાપક અને સીટીઓ પ્રો. સત્ય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ઇમરજન્સીમાં દરેક મિનિટની કિંમત હોય છે. તેમણે સમજાવ્યું કે કંપનીના ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ અને ડ્રોન અકસ્માત સ્થળેથી હોસ્પિટલ પહોંચવામાં લાગતા સમયને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો દૂર છે, આ ટેકનોલોજી જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
કંપનીનું e200X ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ હોસ્પિટલથી હોસ્પિટલ દર્દીને લઇ જવા, ઇજાના કેસ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ટ્રાન્સપ્લાન્ટ માટે અંગ પરિવહન જેવા કામો માટે બનાવવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તે દર્દીઓને રોડ ટ્રાન્સપોર્ટ કરતા 7 ગણી ઝડપથી પરિવહન કરી શકે છે અને હેલિકોપ્ટરની તુલનામાં પણ ઓછા ખર્ચાળ હશે.
મેડિકલ ડ્રોન લોહી, દવાઓ અને અંગો પહોંચાડશે
ADVERTISEMENT
આ ભાગીદારીમાં ઇપ્લાન કંપનીની સહયોગી કંપની, એમ્બર વિંગ્સના મેડિકલ ડ્રોનનો પણ સમાવેશ થશે. આ ડ્રોન હોસ્પિટલો વચ્ચે લોહી, અંગો, રસીઓ, દવાઓ અને પરીક્ષણ નમૂનાઓ પહોચાડવાનું કામ કરશે. જ્યારે પહેલા આ ચીજો પહોંચાડવામાં કલાકો લાગતા હતા, ત્યારે હવે ડ્રોન આ કાર્ય થોડી મિનિટોમાં પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચોઃ NEET Paper Leak Protest / પેપર લીક વિરોધ પડ્યો ભારે! તેજ પ્રતાપ યાદવને કોર્ટે મોકલ્યા 14 દિવસની જેલમાં
એપોલો હોસ્પિટલ્સ આ પ્રોજેક્ટ માટે 1,066 એમ્બ્યુલન્સ, હોસ્પિટલો, ક્લિનિક્સ, ફાર્મસીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોનું નેટવર્ક ઉપલબ્ધ કરાવશે. બંને કંપનીઓનું કહેવું છે કે એર એમ્બ્યુલન્સ, રોડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ડ્રોનને એકીકૃત કરીને એક આધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ બનાવવામાં આવશે, જેનાથી શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં દર્દીઓ માટે ઝડપી સારવાર શક્ય બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
NEET Paper Leak Protest / પેપર લીક વિરોધ પડ્યો ભારે! તેજ પ્રતાપ યાદવને કોર્ટે મોકલ્યા 14 દિવસની જેલમાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.