બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ઝિમ્બાબ્વે સામે ભારતની જીત, વૈભવ ફ્લોપ થયો તો બીજા બિહારીએ મચાવી ધૂમ, કિશને 44 બોલમાં 81 રન ફટકાર્યા

સ્પોર્ટ્સ / ઝિમ્બાબ્વે સામે ભારતની જીત, વૈભવ ફ્લોપ થયો તો બીજા બિહારીએ મચાવી ધૂમ, કિશને 44 બોલમાં 81 રન ફટકાર્યા

Published By: Pravin Joshi

Last Updated: 11:47 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં ભારતીય ટીમે ઈશાન કિશનની શાનદાર 81 રનની ઈનિંગ અને તિલક વર્માની તોફાની અડધી સદીની મદદથી 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આગાઉની મેચમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારનાર વૈભવ સૂર્યવંશી આ મેચમાં ફ્લોપ રહ્યા હતા. જોકે, બિહારના જ તેમના સાથી ખેલાડી ઈશાન કિશને મેદાન પર આવીને તબાહી મચાવી દીધી હતી.

ઓપનર્સ ફ્લોપ પણ ઈશાન કિશનનું તોફાન

વૈભવ સૂર્યવંશીએ શરૂઆત સારી કરી હતી પરંતુ તે 9 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. બીજી તરફ અભિષેક શર્માનું બેટ પણ શાંત રહ્યું હતું અને તેઓ માત્ર 8 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગા થયા હતા. ઝડપથી 2 વિકેટ પડી ગયા બાદ ઈશાન કિશને પોતાની જવાબદારી સમજીને બેટિંગ કરી હતી. ખરાબ બોલ મળતાં જ તેમણે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો હતો. ઈશાન કિશને ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરતા માત્ર 31 બોલમાં પોતાની 12મી અડધી સદી પૂરી કરી હતી. ફિફ્ટી ફટકાર્યા બાદ તેઓ સદી તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ 44 બોલમાં 81 રન બનાવીને આઉટ થયા હતા. પોતાની આ ઈનિંગમાં તેમણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર 25 રનના સ્કોર પર આઉટ થયા હતા.

તિલક વર્માની આતિશી બેટિંગ અને ભારતનો સ્કોર

ઈશાન કિશન આઉટ થયા બાદ પણ રન રેટ ધીમો પડ્યો નહોતો. તિલક વર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. તેમણે 25 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા સામેલ હતા. આ રીતે ભારતીય ટીમે 5 વિકેટના નુકસાને 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ મોદી કેબિનેટમાં બદલાવની અટકળો, અમિત શાહને મળશે દેવેન્દ્ર ફડણવીસ, શું આ નેતાને મળશે શિક્ષણ વિભાગની કમાન?

ઝિમ્બાબ્વેની ટીમ 129 રનમાં ઓલઆઉટ

220 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરો સામે સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હતી. 18મી ઓવર સુધીમાં તો યજમાન ટીમ માત્ર 129 રનના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યશ ઠાકુર અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે જ શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમે પહેલીવાર સીરીઝ પર કબજો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

INDvsZIM IshanKishan TilakVarma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ