બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:34 AM, 26 July 2026
Bihar News: શનિવારે બિહાર બંધ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ પણ અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કેટલાક સ્થળોએ વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પણ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
બિહાર બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન અને પોલીસ સાથે અથડામણ કરવા બદલ આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પટણા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને શનિવારે મોડી સાંજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
સમગ્ર મામલો જોઇએ તો નીટ પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં શનિવારે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેજ પ્રતાપ યાદવ, વિદ્યાર્થીઓ સાથે પટણાના રામગુલામ ચોક પહોંચ્યા અને ધરણા પ્રદર્શન કર્યું. તે સાંજે જ્યારે તેજ પ્રતાપ યાદવે રામગુલામ ચોકથી ડાક બંગલા સ્ક્વેર તરફ કૂચ શરૂ કરી, ત્યારે પોલીસે તેમને એક્ઝિબિશન રોડ પાસે રોક્યા અને તેમની અટકાયત કરી.
ADVERTISEMENT
જોકે તે સાંજે તેજ પ્રતાપ યાદવ પટણાના એક મોલમાં હતા. આ દરમિયાન પટણા પોલીસની એક ટીમ ભારે પોલીસ દળ સાથે આવી, તેમની ધરપકડ કરી અને તેમને લઈ ગઈ.
વિરોધ પ્રદર્શનમાં જોડાતા પહેલા તેજ પ્રતાપ યાદવે નીટ પેપર લીક અંગે વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / 'કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લઇ લીધું તો તમે લોકો શું છો?' જાણો કોણ છે એ 3 IPS અધિકારી જેમને અભિજીત દીપકેએ આપી ધમકી
ADVERTISEMENT
બિહારના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન
નોંધનીય છે કે બિહાર બંધ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ પણ અનેક જિલ્લાઓમાં પ્રદર્શન કર્યા હતા. કેટલાક સ્થળોએ વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.