બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારતની દીકરીનો વિશ્વમાં ડંકો! અનાહત સિંહે જીત્યો વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ખિતાબ, રચ્યો નવો ઈતિહાસ
Last Updated: 11:22 AM, 26 July 2026
ભારતની 18 વર્ષની સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે વિશ્વ મંચ પર ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કેનેડામાં યોજાયેલી વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં તેણે ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. આ જીત સાથે અનાહત સિંહ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. વર્ષોથી જે ખિતાબ ભારતના હાથથી દૂર રહ્યો હતો તે હવે અનાહતના શાનદાર પ્રદર્શનના કારણે ભારતના નામે નોંધાયો છે.
ADVERTISEMENT
કેનેડાના નાયાગ્રા-ઓન-ધ-લેકમાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં અનાહત સિંહે ઈજિપ્તની બીજા ક્રમાંકિત રુકૈયા સેલેમને સીધી ત્રણ ગેમમાં હરાવી ખિતાબ પોતાના નામે કર્યો. તેણે 11-3, 11-7 અને 11-9ના સ્કોર સાથે એકતરફી જીત મેળવી હતી. આ સાથે તે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ.
ADVERTISEMENT
ભારતની અનાહત સિંહે રચ્યો ઈતિહાસ!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 26, 2026
2026 વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપનો જીત્યો
ખિતાબ, અનાહત સિંહ બની આ ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ
ભારતીય ખેલાડી, વિશ્વ મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું
ભારતીય સ્ક્વોશ માટે ઐતિહાસિક સિદ્ધિ#AnahatSingh #Squash #WorldJuniorChampionship #India… pic.twitter.com/cUHPK8yt6w
ADVERTISEMENT
અનાહતે માત્ર ફાઇનલમાં જ નહીં પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર રમત બતાવી. તેણે કુલ છ મેચમાંથી માત્ર બે ગેમ ગુમાવી હતી. શરૂઆતની ત્રણેય મેચ તેણે એકપણ ગેમ ગુમાવ્યા વગર જીતી હતી. તેના આત્મવિશ્વાસ અને આક્રમક રમતના કારણે દરેક મુકાબલામાં તેણે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું.
ADVERTISEMENT
વર્લ્ડ જુનિયર સ્ક્વોશમાં છેલ્લા 13 વર્ષથી ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ સતત ઈજિપ્તની ખેલાડીઓ જીતી રહી હતી. અનાહત સિંહે આ લાંબા સમયથી ચાલતો દબદબો તોડી નવો ઈતિહાસ રચ્યો છે. 2010 પછી તે પ્રથમ બિન-ઈજિપ્તીય ખેલાડી બની છે જેણે આ પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે વરસી શકે છે ગોલ્ડ! કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 5 ગોલ્ડ મેડલ મેચ, પાકિસ્તાન સામે પણ જંગ
ADVERTISEMENT
ક્વાર્ટર ફાઇનલથી લઈને ફાઇનલ સુધી અનાહતનો સામનો સતત ઈજિપ્તની ખેલાડીઓ સામે થયો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં હબીબા રિઝ્કને 3-1થી હરાવી. ત્યારબાદ સેમિફાઇનલમાં બાર્બ સામેહને પણ 3-1થી પરાજય આપ્યો. ફાઇનલમાં રુકૈયા સેલેમ સામે સીધી જીત મેળવી તેણે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી.
અનાહત સિંહ છેલ્લા કેટલાક વર્ષોથી સતત આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહી છે. ગયા વર્ષે તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે 15 વર્ષનો ઈંતજાર પૂરો કર્યો હતો. હવે વિશ્વ ખિતાબ જીત્યા બાદ ભારતીય સ્ક્વોશને નવી ઓળખ મળી છે. માત્ર 18 વર્ષની ઉંમરે સિનિયર PSA રેન્કિંગમાં ટોચના ખેલાડીઓમાં સ્થાન મેળવનારી અનાહત હવે ભારત માટે ભવિષ્યની સૌથી મોટી આશા માનવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Commonwealth Games 2026 Day 4 / આજે વરસી શકે છે ગોલ્ડ! કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 5 ગોલ્ડ મેડલ મેચ, પાકિસ્તાન સામે પણ જંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.