બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ZIM: બેટિંગમાં નિષ્ફળ, પરંતુ બોલિંગમાં ઈતિહાસ રચ્યો; અભિષેક શર્માના નામે બન્યો મોટો રેકોર્ડ

સ્પોર્ટ્સ / IND vs ZIM: બેટિંગમાં નિષ્ફળ, પરંતુ બોલિંગમાં ઈતિહાસ રચ્યો; અભિષેક શર્માના નામે બન્યો મોટો રેકોર્ડ

Published By: Priykant Shrimali

Last Updated: 12:14 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Zimbabwe T20 : અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20માં ઓપનર તરીકે શ્રેષ્ઠ બોલિંગ કરનાર પ્રથમ ભારતીય બન્યો

India vs Zimbabwe T20 : ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બેટિંગમાં ભલે તે હાલ સંઘર્ષ કરી રહ્યો હોય, પરંતુ બોલિંગમાં તેણે એવી સિદ્ધિ મેળવી છે જે અગાઉ કોઈ ભારતીય ઓપનર ખેલાડી કરી શક્યો નહોતો.

ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે અભિષેક શર્માને બોલિંગની જવાબદારી સોંપી હતી. આ તકનો ફાયદો ઉઠાવતા અભિષેકે શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી અને ઝિમ્બાબ્વેના બેટિંગ ક્રમને મોટો ઝટકો આપ્યો હતો.આ પ્રદર્શન સાથે અભિષેક શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઓપનર તરીકે રમતા સૌથી શ્રેષ્ઠ બોલિંગ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય ઓપનિંગ બેટ્સમેને T20Iમાં 3 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી નહોતી.

માંકડ અને શાસ્ત્રીની યાદીમાં જોડાયું અભિષેકનું નામ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઓપનર તરીકે બોલિંગ કરીને રેકોર્ડ બનાવનારા ખેલાડીઓની યાદીમાં હવે અભિષેક શર્માનું નામ પણ સામેલ થઈ ગયું છે.

  • ટેસ્ટ ક્રિકેટમાં: દિગ્ગજ વિનુ માંકડે 1952માં પાકિસ્તાન સામે ઓપનર તરીકે રમતા 52 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.
  • વનડે ક્રિકેટમાં: રવિ શાસ્ત્રીએ 1991માં ઓસ્ટ્રેલિયા સામે ઓપનિંગ કરીને 15 રન આપીને 5 વિકેટ લેવાનો કારનામો કર્યો હતો.
  • T20 ક્રિકેટમાં: હવે અભિષેક શર્માએ ઓપનર તરીકે ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે.

આ પણ વાંચો : Youth Hockey5s Asian Championship: પાકિસ્તાન સામે ભારતનો વિજય! પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ, મહિલા ટીમે મેળવ્યો સિલ્વર

બેટિંગ ફોર્મ હજુ ચિંતાનો વિષય

અભિષેક શર્માએ બોલિંગમાં ભલે પોતાની પ્રતિભા સાબિત કરી હોય, પરંતુ બેટિંગમાં તે હાલ પોતાની જૂની લય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. 2026ના T20 વર્લ્ડ કપ બાદ રમાયેલી 9 T20 મેચોમાં અભિષેક માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. ઝિમ્બાબ્વે સામેની શરૂઆતની બે મેચમાં પણ તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, જેમાં તેણે અનુક્રમે 1 અને 8 રન બનાવ્યા હતા. જોકે, તેની બોલિંગ ક્ષમતાએ ભારતીય ટીમને એક નવો વિકલ્પ આપ્યો છે. જો અભિષેક બેટિંગ અને બોલિંગ બંનેમાં સતત પ્રદર્શન કરશે તો તે ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ઓલરાઉન્ડર સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ravi Shastri Abhishek Sharma Record India vs Zimbabwe T20

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ