બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કોમનવેલ્થ ગેમ્સમાં સ્ટંટ દરમિયાન હાઈ બાર પરથી માથા પર પડ્યો જિમ્નાસ્ટ, સ્ટ્રેચર પર લઈ જવો હોસ્પિટલ
Last Updated: 03:14 PM, 26 July 2026
Gymnastics Gabriel Langton High Bar Accident : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન મેન્સ ટીમ જિમ્નાસ્ટિક ફાઇનલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ઇંગ્લેન્ડના 19 વર્ષીય યુવા જિમ્નાસ્ટ ગેબ્રિયલ લેંગટન હાઈ બાર પર પોતાનો રૂટિન પૂર્ણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમનો હાથ લપસી ગયો અને તેઓ સીધા માથાના ભાગે જમીન પર પટકાયા. આ ઘટના બાદ સમગ્ર સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.
ADVERTISEMENT
અકસ્માત બાદ મેડિકલ ટીમ તરત જ મેદાન પર પહોંચી ગઈ હતી. ગેબ્રિયલ ઘણા મિનિટ સુધી જમીન પર જ પડ્યા રહ્યા હતા અને તેઓ જાતે ઊભા પણ થઈ શક્યા નહોતા. ડોક્ટરોએ તેમની ગરદન અને માથાને સ્થિર રાખવા માટે ખાસ સપોર્ટ લગાવ્યો અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને સ્ટ્રેચર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સ્પર્ધા પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી અને તમામ ખેલાડીઓ તેમજ દર્શકોની નજર ગેબ્રિયલની સ્થિતિ પર હતી.
ADVERTISEMENT
🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF
— Basil the Great (@BasilTheGreat) July 25, 2026
ADVERTISEMENT
ગેબ્રિયલ લેંગટનને છ વખતના ઓલિમ્પિક પદક વિજેતા મેક્સ વ્હિટલોકના સ્થાને ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એવા સમયે થયો હતો જ્યારે ઇંગ્લેન્ડ સતત ચોથી વખત કોમનવેલ્થ ગેમ્સનું મેન્સ ટીમ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે ઘટનાના આઘાત છતાં ઇંગ્લેન્ડની ટીમે સ્પર્ધા પૂર્ણ કરી હતી. અંતે કેનેડાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઇંગ્લેન્ડને સિલ્વર અને ઓસ્ટ્રેલિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો.
ADVERTISEMENT
મુકાબલા બાદ ઇંગ્લેન્ડના જિમ્નાસ્ટ લ્યુક વ્હાઇટહાઉસે જણાવ્યું કે, ગેબ્રિયલની સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું કે જિમ્નાસ્ટિક એક અત્યંત જોખમી રમત છે અને આવા અકસ્માતો તેની ગંભીરતા યાદ અપાવે છે. ત્યારબાદ ટીમ ઇંગ્લેન્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, હોસ્પિટલ પહોંચ્યા બાદ ગેબ્રિયલ સંપૂર્ણ ભાનમાં હતા અને ડોક્ટરો સાથે વાતચીત પણ કરી રહ્યા હતા. બાદમાં બ્રિટિશ જિમ્નાસ્ટિક્સે માહિતી આપી કે, તેમના અનેક સ્કેન કરવામાં આવ્યા હતા, જેના પરિણામો હકારાત્મક રહ્યા છે. કોઈ ગંભીર ઈજાની પુષ્ટિ થઈ નથી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી ટીમ હોટેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં તેઓ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ આરામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.