બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી મુશ્કેલીમાં ફસાઇ AAP, શું પંજાબ સરકારના 2 મંત્રી ખુરશી છોડશે?

રાજકારણ / ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી મુશ્કેલીમાં ફસાઇ AAP, શું પંજાબ સરકારના 2 મંત્રી ખુરશી છોડશે?

Published By: Kalpesh Kandoria

Last Updated: 04:39 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં પેપર લીક મુદ્દે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળે ભગવંત માન સરકારના બે મંત્રીઓના રાજીનામાની માંગ ઉઠાવતા આમ આદમી પાર્ટી પર નૈતિક દબાણ વધ્યું છે.

કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશભરમાં વિદ્યાર્થીઓએ કરેલા આંદોલન પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાં પછી હવે પંજાબમાં પણ પેપર લીકનો મુદ્દે ગરમાયો છે. કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાળી દળે ભગવંત માન સરકારને ઘેરતાં શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસ અને સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહના રાજીનામાંની માંગ કરી છે.

વિપક્ષનું કહેવું છે કે જ્યારે કેન્દ્રમાં પેપર લીકને લઈ શિક્ષણ મંત્રીની જવાબદેહિતા નક્કી થઇ શકે છે, તો પંજાબમાં પરીક્ષામાં ગડબડીઓ પર કાર્યવાહી કેમ નથી થઈ રહી? 2027માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાશે તે પહેલાં આ મુદ્દો આમ આદમી પાર્ટી માટે નવો રાજનૈતિક પડકાર બની શકે છે.

કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વોરિંગે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને યુવાના સંઘર્ષની જીત ગણાવી. તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસનાં રાજીનામાંની પણ માંગ કરી. અમરિંદર સિંહે ફાર્મસી ભરતી, 12માનું અંગ્રેજી પેપર, ગ્રુપ-બી, નાયબ મામલતદાર, કૃષિ અધિકારી અને ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષાઓ અંગે પેપર લીક થયાના આરોપો લગાવ્યા.

ભાજપે કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યા

ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પંજાબના શિક્ષણ મંત્રીના રાજીનામાંની માંગ કરતાં અરવિંદ કેજરીવાલ પર બમણું વલણ રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપનાર નેતા પંજાબના યુવાઓના મુદ્દા પર ચૂપ કેમ છે? મનજિંદર સિંહ સિરસાએ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીતને પણ તેમના કથિત વચનની યાદ અપાવી કે પંજાબમાં પેપર લીક થવા પર તેઓ વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવશે.

આ પણ વાંચો- પાટણથી લઇને નળ સરોવર સુધી..., ખેતરો બેટમાં ફેરવાતા જગતનો તાત મૂકાયો મુશ્કેલીમાં

અકાલી દળનો પણ પ્રહાર

અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસ અને સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહના રાજીનામાંની માંગ કરી. તેમણે દાવો કર્યો કે સાડા ચાર વર્ષમાં 6 પરીક્ષામાં ગેરરિતી થઇ જેમાં 5 લાખ યુવાનો પ્રભાવિત થયા.

ચૂંટણી પહેલાં તણાવ વધ્યો

વિપક્ષનો આરોપ છે કે આમ આદમી પાર્ટી કેન્દ્રમાં પેપર લીક પર રાજીનામું માંગે છે, પરંતુ પંજાબમાં આવા મામલે ચૂપી સાધી લે છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ હવે પંજાબ સરકાર અને શિક્ષણ મંત્રી પર નૈતિક દબાણ વધી ગયું છે. કોંગ્રેસ અને અકાળી દળે આંદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે, જ્યારે પંજાબ સરકાર તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AAP Punjab paper leak Bhagwant Mann

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ