ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શું રામાયણ'ફિલ્મના મેકર્સે ફેંસને આપ્યા સોનાના શંખ? વીડિયો વાયરલ

મનોરંજન / શું રામાયણ'ફિલ્મના મેકર્સે ફેંસને આપ્યા સોનાના શંખ? વીડિયો વાયરલ

Published By: Nirav Kumar

Last Updated: 05:28 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાયણ ફિલ્મને લઇ સાન ડિએગો ઇવેન્ટમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફેન્સને ફિલ્મના મેકર્સ તરફથી સોનેરી શંખ ભેટમાં આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

રણબીર કપૂર અને યશ સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર હાલમાં પોસ્ટપોન કરવામાં આવ્યું છે. તેમ છતાં સાન ડિએગો કોમિક-કોન (SDCC) 2026માં તેને રજુ કરવામાં આવ્યું હતું, જે ફેંસને ખૂબ જ ગમ્યું હતું. 4000 કરોડના મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મના પ્રમોશન માટે મેકર્સે કોઈ પણ પ્રકારની કમી રાખી નથી. આ દરમિયાન સાન ડિએગો ઇવેન્ટમાંથી એક વીડિયો સામે આવ્યો છે.

આ વાયરલ વીડિયો અનુસાર, ઇવેન્ટમાં હાજર લોકોને ખાસ કરીને ભારતીય મૂળના ફેન્સને ફિલ્મના મેકર્સ તરફથી સોનેરી શંખ ભેટમાં આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં એક મહિલા એક આકર્ષક ગુલાબી બોક્સ ખોલતી જોવા મળે છે, જેની ઉપર કમળનું ફૂલ બનાવેલું છે. આ બોક્સમાં 'રામાયણ' ટીમનું એક વિશેષ નોટ અને સુંદર સોનેરી રંગનો શંખ હતો. રામાયણથી પ્રેરિત આ બારીક કારીગરીવાળી ભેટ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જેમાં અનેક ફેન્સે પૂછ્યું કે શું આ મેકર્સ તરફથી આપવામાં આવેલી ભેટ છે?

તેમ છતાં આ વીડિયોમાં કેટલી સાચી વાત છે તેની અમે પુષ્ટિ કરતા નથી અને મેકર્સ તરફથી પણ આ અંગે કોઈ ઓફીશીયલ નિવેદન આવ્યું નથી. આ ઇવેન્ટમાં મેકર્સે સ્પષ્ટ કર્યું કે ફિલ્મના નક્કી સમય પહેલાં રિલીઝની ખબરો ખોટી છે અને 'રામાયણ: પાર્ટ 1' દિવાળી 2026માં રિલીઝ થશે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, યશ રાવણ, સાઈ પલ્લવી માતા સીતા, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે. કાજલ અગ્રવાલ અને રકુલ પ્રીત સિંહ અનુક્રમે મંદોદરી અને શૂર્પણખાના રોલમાં જોવા મળશે. અરુણ ગોવિલ, કુણાલ કપૂર, આદિનાથ કોઠારે, શીબા ચડ્ઢા અને ઇન્દિરા કૃષ્ણન પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે.

વધુ વાંચો : 'રામાયણ'ની લૉન્ચ પાર્ટીમા થયો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મનુ ટ્રેલર

'રામાયણ: પાર્ટ 1' આગામી દિવાળીએ સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો પાર્ટ દિવાળી 2027માં રિલીઝ થશે. આ વર્ષે અપ્રિલમાં હનુમાન જયંતીના અવસરે ટીમે 'રામા' નામનો ઇન્ટ્રોડક્ટરી ટીઝર રિલીઝ કર્યુ હતું જેમાં રણબીર કપૂર રામ તરીકે પ્રથમ વખત જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

golden conch San Diego event Ramayana

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ